“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન : 15-06-2021

  • “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા.
  • કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશીત“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.
  • “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુક કોંગ્રેસ પક્ષની વેબસાઈટincgujarat.com અને www.careerpath.info પરથી વિના મૂલ્યે ડાઉનલોડ થશે.

 

“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી આપણે સૌ કોઈ ચિંતિત છીએ. ગુજરાતનાં વિધાર્થી-વિધાર્થીની પોતાના ભવિષ્ય માટે આગળ વધી રહ્યા હોય ત્યારે કોરોનાના કપરા સમયમાં પણ યોગ્ય, સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા  શિક્ષણસેવાનાં ભાગરૂપે કારકિર્દી માર્ગદર્શન પુસ્તક “વિસ્તરતી ક્ષિતિજ” વાલી-વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. અને કારકિર્દી પસંદ કરવા ઉપયોગી સાબિત થશે. કોરોના મહામારીમાં વિદ્યાર્થી – વાલીઓને રાહત મળે તે માટે સત્ર ફી માફીની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note