ભાજપની માનીતી વિદેશી કંપની આર્સેલર મીત્તલ-નિપોન સ્ટી લ (AMNS)નું હજીરા : 10-01-2022

  • ભાજપની માનીતી વિદેશી કંપની આર્સેલર મીત્તલ-નિપોન સ્‍ટીલ (AMNS)નું હજીરાની ૮ લાખ ૬૫ હજાર ચો. મી. જંગલની જમીન ઉપરનું લેન્ડ ગ્રેબીંગ રાતોરાત, નિયમિત કરીને રૂ.૪૯૬૮ કરોડ રૂપિયાનો લાભ કરી આપ્યો.
  • ૩૮.૭૧ હેકટર જમીન પાવર પ્લાન્ટ માટે તથા ૨૭.૦૨ હેકટર જમીન રો-મટીરીયલ્સ હેન્ડલીંગ માટે આપવા ૨૦૧૪-૧૫માં શરતોની સૈધ્ધાંતિક મંજુરી આપી. AMNSએ એક પણ શરતોનું પરિપાલન ના કર્યું. પરંતુ આ જમીન ઉપર લાખો ટન પ્રદૂષિત ઝેરી સ્લેગ ખડકી દીધો. ૨૦૨૦માં સૈધ્ધાંતિક મંજુરીની મુદત પણ પુરી થઈ ગઈ.
  • દબાણ સંદર્ભે ફેબ્રુઆરી-૨૦૧૫માં જાગૃત નાગરીકની જાહેર હિતની અરજી સંદર્ભે નોટીસ મળતાં AMNSએ રાતોરાત વળતર વનીકરણની જમીન તથા બાંહેધરીઓ આપી.
  • જંગલની જમીન ઉપરના સૌથી મોટા લેન્ડ ગ્રેબર હોવા છતાં AMNSના ચેરમેન લક્ષ્મી મિત્તલને પ્રધાનમંત્રીશ્રીએ તમામ પ્રોટોકોલ નેવે મુકીને ૬ઠ્ઠી માર્ચ ૨૦૨૧એ અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત આપી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

ANNEXURES