વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં મહિલાઓ અને યુવાઓને અપાશે મહત્વ : ભરતસિંહ સોલંકી

October 5, 2017 | 8:50 pm IST

આગામી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં મહિલાઓ અને યુવાઓને મહત્વ અપાશે તેવી જાહેરાત ભરતસિંહ સોલંકીએ કરી હતી. ચૂંટણીમાં ટિકિટ વહેંચણી અંગે ધ્યાનમાં લેવાનારી બાબતો વિશે બોલતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ અપાશે.

દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બે દિવસની ચર્ચા પછી ભરતસિંહ સોલંકીએ કરેલા નિવેદનમાં કહ્યું હતું કે દિલ્હીમાં બે દિવસ ચાલેલી મેરેથોન બેઠકમાં રાહુલ ગાંધીના આગામી પ્રવાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં તમામ 43 ધારાસભ્યો જીતી શકે તેમ છે. તેમને રિપિટ કરવામાં આવશે. આ સિવાય ટિકિટ વહેંચણીમાં મહિલાઓ અને યુવાઓને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.

Source: http://sandesh.com/in-ticket-distribution-for-assembly-election-women-and-youth-will-be-given-importance/