મોદીએ ગુજરાતની ચૂંટણી જીતવા સંસદને તાળા માર્યા : સોનિયા ગાંધી
નવી દિલ્હી, તા.20 નવેમ્બર, 2017, સોમવાર
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મોદી સરકાર શીયાળા સત્રની તારીખ નીશ્ચીત હોવા છતા નથી બોલાવી રહી. કેમ કે સરકાર વિપક્ષના પ્રશ્નોથી દુર ભાગી રહી છે. કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકમાં જ સોનિયા ગાંધીએ આ પ્રહારો કર્યા હતા.
આ ઉપરાંત જીએસટી અને નોટબંધી જેવા મોદી સરકારના નીર્ણયોની પણ તેઓએ ટીકા કરી હતી. જીએસટીને તેઓેએ ખામી ભર્યું પગલુ ગણાવ્યું હતું. સામાન્ય રીતે શીયાળુ સત્ર નવેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં શરૃ થાય છે. પણ હાલ ગુજરાત અને હીમાચલ પ્રદેશમાં ચૂંટણીઓ હોવાથી સરકાર આ સત્રની તારીખો પાછળ ઠેલવી રહી હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સવાલોથી ભાગી રહ્યા છે. એટલે કે શીયાળુ સત્ર નથી મળવા દીધુ. આ લોકશાહીની હત્યા છે. અને સંસદ પર ગ્રહણ લગાવી દીધુ છે. મોદીએ પોતાના અહંકારને સંતોષવા માટે સંસદીય લોકતંત્ર પર કાળા છાયો નાખી દીધો છે. સરકાર એવુ વીચારતી હોય કે લોકતંત્રના મંદીરને વિધાનસભાની ચૂંટણીઓ જીતી જશે તો તે અયોગ્ય છે.
મોદી સરકાર સંસદમાં વિપક્ષ જે સવાલો ઉઠાવી રહ્યું છે તેનાથી દુર ભાગી રહી છે. રફાલ ડીલ અંગેના કોંગ્રેસના સવાલોનો ભાજપની સરકાર હજુ પણ જવાબ નથી આપી શકી. જોકે બીજી તરફ સોનિયા ગાંધીના આ પ્રહારોને ભાજપે ફગાવી દીધા હતા. અરુણ જેટલીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીના આરોપો જુઠા છે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/modi-lifts-parliament-to-win-gujarat-elections-sonia-gandhi