SC Dept. – ભાજપના દલિત સમરસ સંમેલનનો ફિયાસ્કો : 31-08-2016

  • ભાજપના દલિત સમરસ સંમેલનનો ફિયાસ્કો
  • રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દુષ્યંત ગૌતમ, રાજ્ય સભામાં સાંસદ મહંત શભું મહારાજ ટુંડીયા અને સામાજિક ન્યાય અને અધિકારીતાના કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર ગેરહાજર

સમગ્ર દેશમાં જ્યારથી ભાજપાની સરકાર સ્થાપિત થઈ છે. ત્યારથી દલિતો, મહિલાઓ અને લઘુમતિઓ પર અત્યાચારની ઘટનાઓમાં ખૂબજ વધારો થયો છે. દેશમાં આજે દલિતો અને લઘુમતિઓ તથા મહિલાઓ પોતાની જાતને અસલામત અનુભવી રહ્યાં છે. થાનગઢ દલિત હત્યાકાંડના પિડિત પરિવારો આજે પણ ગાંધીનગરમાં ન્યાય માટે ભૂખ હડતાળ ઉપર બેઠા છે પરંતુ ચાર વર્ષ પછી પણ ન્યાય મળેલ નથી. ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામની બર્બર અત્યાચારની ઘટનાએ સમગ્ર દેશને વ્યથિત કર્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note