પ્રજાની લાગણી અને મુશ્કેલનો હલ ચુંટણી ઢંઢેરામાં રહેશે: સામ પિત્રોડા
સુરત, તા.13 નવેમ્બર 2017,સોમવાર
સુરત સહિત ગુજરાતના પાંચ શહેરોમાં ફરીને લોકોના અભિપ્રાય જાણીને તેનો સમાવેશ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવવા માટેની કામગીરી કરતાં ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારા સામ પિત્રોડા સુરત આવ્યા હતા.
પત્રકારો સાથે વાતચિતમાં તેમણે કહયું કે, ગુજરાતની પ્રજાની લાગણી અને મુશ્કેલીનો હલ કોગ્રેસના ચૂંટણી ઢંઢેરાામં રહેશે. ગુજરાતામં શિક્ષણનું ખાનગીકરણ થતાં શિક્ષણ મોંઘુ બન્યું છે. આ ઉપરાંત હાલ જી.એસ.ટી.ના કારણે નાના ઉદ્યોગોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
ગુજરાતમાં મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે પરંતુ નાના ઉદ્યોગોને સૌથી વધુ મદદની જરૃર છે આવા તમામ મુદ્દાઓ અમે ચુંટણી ઢંઢેરા બનાવવા માટે આપીશું. આજે સુરતમાં તેઓ બે કલાક કરતા વધુ સમયમાં સંખ્યાબંધ લોકોને અમે મળ્યા છે. જેમા નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો જી.એસ.ટી.ના કારણે મુશ્કેલીમાં છે નુકસાન થયું છે તેવું બહાર આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાતમાં શિક્ષણ ઘણું મોઘું છે તથા આરોગ્ય ક્ષેત્રે પણ લોકોને મુશ્કેલી નડી રહી છે. અહી ફાઈવ સ્ટાર હોસ્પીટલ બને છે પરંતુ પ્રાયમરી હેલ્થ સેન્ટરનું ધ્યાન રખાતું નથી. આ ઉપરાંત ઐૅગઁનવૈડા સહિતની મહિલાઓની સલામતી, રોજગારી જેવા અન્ય મુદ્દા પણ ઘણાં અગત્યના છે. લોકો પાસેથી સાંભળી અને સમજ્યું છે તેની છણાંવટ કરીને નજીકના દિવસોમાં તેને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવશે.
સુરતના નાના ઉદ્યોગો જી.એસ.ટી.ના કારણે હેરાન થયાં છેનાની કંપનીઓને લોન મળતી નથી. મોટી કંપનીઓને ફાયદો થાય છે નાની કંપનીઓને ફાયદો થતો નથી. આવી જ સમસ્યા કામદારોની છે તેઓનો પગાર ઓછો છે અને કાયમી નથી. સામ પિત્રોડાએ કહ્યું હતું કે, મારૃં એવું માનવું છે કે, મોટા ઉદ્યોગો પાસે પુષ્કળ પૈસા છે તેઓ અક્કલવાળા માણસોને ભાડે રાખે છે પૈસાની જરૃર અને મદદની જરૃર નાના ઉદ્યોગકારોને છે તેઓને સરકાર મદદ કરતી નથી આવા અનેક મુદ્દાઓ અમારી સામે આવ્યા છે.
હાલ ગુજરાતમાં વિકાસ થંભી ગયો છે ગુજરાતમાં બધાને સાથે રાખવાની અને ભવિષ્યનો વિચાર કરવાની જરૃર છે. પાંચ શહેરોના લોકોને મળીને તેમના વિચાર જાણીને તેમને નડતી સમસ્યાઓથી માંડીને બધા જ મુદ્દાની છણાંવટ કરીને પક્ષ સમક્ષ રજુ કરીશું તેમાંથી મોટાભાગના મુદ્દાઓનો ચુંટણી ઢંઢેરામાં સમાવેશ કરવામા ંઆવશે.
લોકોની મરજી જાણવા સાથે તેમની સમસ્યાની જાણકારી મેળવી સુદઢ રીતે ચુંટણી ઢંઢેરો બનાવવાનું કામ કોંગ્રેસમાં પહેલી વખત થઈ રહ્યું હોવાનું પણ તેઓએ કહ્યું હતું. તેઓએ દાવા સાથે કહ્યું હતું કે કોગ્રસના આ ચુંટણી ઢંઢેરો માત્ર કાગળમાં જ નહી રહે સરકાર આવે એટલે તેનો અમલ કરવામાં આવશે.હાલમાં ચાલતી ખાનગી કરણ અંગે તેઓએ કહ્યું હતું કે પહેલાના દિવસોમાં ખાનગી કરણ ગંદુ કહેવાતું હતું પરંતુ હાલના સમયમાં ખાનગી કરણને વધુ મહત્વ અપાઈ રહ્યું છે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/people-s-feelings-and-difficulties-will-be-resolved-in-the-election-manifesto-sam-pitroda