ગભરાયેલી ભાજપે રાહુલ ગાંધીના નિવેદનના ખુલાસા માટે કેન્દ્રીય નેતાઓ ફોજ ઉતારી છે: સચિન પાઈલોટ
અમદાવાદ:
ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભાજપને વિકાસ ઉપર વિશ્ર્વાસ હોત તો રાષ્ટ્રવાત અથવા અન્ય કોઈની મદદ લેવાની જરૂર પડી ન હોય, તેમ કૉંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટે જણાવીને રાજયની પ્રજાએ સત્તા પરિવર્તન માટે મન બનાવી લીધુ હોવાનું કહીને વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો પ્રચાર કરવા આવેલા યુવા નેતા સચિન પાઈલોટે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ અને રાહુલ ગાંધીના કેમ્પેન કર્યું છે. તેનાથી ભાજપ પૂરી રીતે ગભરાઈ ગઈ છે. રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ અને કોમેન્ટનો મુકાબલો કરવા માટે ભાજપ દ્વારા કેન્દ્રના એક ડઝન નેતોને મદાનમાં ઊતાર્યા છે. આ વખતે ગુજરાતની જનતાએ મન બનાવી દીધુ છે કે અહીં સત્તા પરિવર્તન કરવુ છે. તેમ જ કૉંગ્રેસને આશીર્વાદ આપશે.
ભાજપ ગમે તે કરે પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવાની નથી. કૉંગ્રેસ ઉપર ગુજરાતમાં જ્ઞાતિવાદના આક્ષેપ કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર માટે વિવિધ સમાજને આંદોલન કરવા પડ્યાં છે એટલું જ નહીં તેમની વાતો સાંભળવાને બદલે તેમની ઉપર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યો છે.
કૉંગ્રેસ તમામ સમાજોને બંધારણ મુજબ લાભ અપાવા માગે છે. હાર્દિક પટેલની કથિત સીડી અંગે તેમણે કહ્યું હતું કે, ભાજપને પોતાના કામ ઉપર વિશ્ર્વાસ હોત તો લોકોના ચરિત્ર હનનનો પ્રયાસ કરવામાં આવ્યો ન હોત. ભાજપને ગુજરાત મોડલ ઉપર વિશ્ર્વાસ હોત તો આટલી બેચેની અને બોખલાહડ ન હોત.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=385992