RTI એક્ટિવિસ્ટ જમીન ગેરરિતી સાથે જોડાયેલી માહિતી માગે તો તેની જીવલેણ હુમલા થાય છે : 08-02-2016

  • RTI એક્ટિવિસ્ટ જમીન કૌભાંડ સાથે જોડાયેલી માહિતી માગે તો તેની પર હુમલાઓ થાય છે
  • ગુજરાતમાં જંગલરાજ છે, 40થી વધુ એક્ટિવિસ્ટ હુમલાનો ભોગ બન્યા છે: મહેસૂલ, શહેરી વિકાસ અને ગૃહ ખાતુ CM પાસે અને સૌથી વધુ ભ્રષ્ટાચાર ગેરરીતી આ વિભાગમાં થાય છે. – કોંગ્રેસ

ભાજપ શાસિત ગુજરાતમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ પર જીવલેણ હુમલાની ઘટનાઓ વધતી જાય છે ત્યારે અત્યાર સુધીમાં થયેલા તમામ હુમલાઓની ખાસ કિસ્સામાં તપાસ કરીને હુમલાખોરોને નશ્યત કરવી જોઇએ તેવી માગણી કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે કરી છે. તેમણે કહ્યું છે કે આ રાજ્યમાં ભાજપ સરકારના આશીર્વાદથી જંગલરાજ આવી ગયું છે, પોલીસની હાજરીમાં ગુનેગારોને રક્ષણ મળી રહ્યું છે અને નિર્દોષ કાર્યકર્તાઓ હુમલાનો ભોગ બને છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note