RSS દ્વારા દેશના બંધારણની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગનું પણ અપમાન : ભરતસિંહ સોલંકી : 03-09-2015
- RSS ગુજરાતની શાંતિ ભંગ કરવાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે
- RSS દ્વારા દેશના બંધારણની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગનું પણ અપમાન : ભરતસિંહ સોલંકી
ભાજપ સરકારના અણઘડ અને ભ્રષ્ટ શાસનને લીધે રાજ્યના તમામ સમુદાયમાં અસમાનતા અને આક્રોશને લીધે ‘અનામતની આગ’ પ્રસરી છે જેને કારણે ગુજરાતની શાંતિ ડહોળાઈ છે. આવી નાજુક પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(RSS)ના વિચારક મા.ગો.વૈદ્યે “બળતામાં ઘી” હોમીને ગુજરાત ફરી ભડકે બાળવાનો પ્રયત્ન કર્યો છે તેની કડક શબ્દોમાં ટીકા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, RSSની પ્રવૃત્તિ હંમેશા વૈમનસ્ય ફેલાવનારી હોય છે. RSSના વિચારક એમ.જી. વૈદ્ય જ્ઞાતિ વ્યવસ્થા અપ્રસ્તુત છે, આર્થિક અનામત હોવી જોઈએ તેમ કહે છે, જે દેશના બંધારણની વિરુદ્ધની વાત છે. હકીકતમાં RSSના વિચારકે દેશના બંધારણનું અપમાન કર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો