RSS એ બળતામાં ઘી હોમી ગુજરાતને ભડકે બાળવાનો પ્રયત્ન કર્યો : કોંગ્રેસ

– આર્થિક અનામત હોવી જોઇએ એ વાત જ દેશના બંધારણની વિરુદ્ધની છે : ભરતસિંહ સોલંકી

આર્થિક અનામત હોવી જોઇએ એ વાત જ દેશના બંધારણની વિરુદ્ધની છે : ભરતસિંહ સોલંકીવિચારક મા.ગો.વૈદ્યે આપેલા નિવેદન બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેની ખૂબ જ આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમજ આર્થિક અનામતની કહેવાયેલી વાત દેશના બંધારણ વિરુદ્ધની ગણાવી છે.
તેઓએ કહ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં પાટીદાર સમાજ સહિતના સમુદાય દ્વારા રેલીઓ અને સભા કાઢવામાં આવી હતી. ત્યાર બાદની હિંસક ઘટનાઓ અંગે RSS અને ભાજપનો પ્રયોગ ગુજરાત લેબોરેટરી તરીકે થયો હોય તેવું સ્પષ્ટ થઇ ગયું છે. આવા સમયમાં આ ટીપ્પણી ગરીબ અને મધ્યમ વર્ગનું અપમાન છે. તોફાનો અને હિંસામાં ૧૩ યુવાનો અને કરોડો રૃપિયાની જાહેર સંપત્તિના નુકસાન માટે ભાજપ સરકાર જવાબદાર છે.
RSS જાતિવાદના મુદ્દાને ઉછાળીને ફરી વિવિધ જ્ઞાાતિઓ વચ્ચે વૈમનસ્ય- વર્ગવિગ્રહ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. દેશની શાંતિ ભંગ કરવાના એજન્ડા સાથે સંઘ કામ કરી રહ્યું હોઇ ઘણું ઘૃણાસ્પદ છે. આઝાદી બાદ સરદાર પટેલે સંઘ પર તુરંત જ પ્રતિબંધ મૂકી દીધો હતો. બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરે વંચિતોના ઉધ્ધાર માટે અનામત પ્રથા અમલમાં મૂકી હતી. જેને હવે સંઘ અપ્રસ્તુત ગણાવે છે. પ્રજાને હવે RSS અને ભાજપ બન્નેને ઓળખી લેવાનો સમય પાકી ગયો છે

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rss-is-fueled-by-homi-modi-tried-to-burn-afire-congress