રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય તેમનું ભથ્થું આરોગ્ય શિક્ષણમાં વાપરશે

રાજુલા, તા.28 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

રાજુલા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે પોતાને ધારાસભ્ય તરીકે મળતું ભથ્થું તેઓ શિક્ષણ અને આરોગ્યમાં ખર્ચ કરશે અને તે માટે પાંચ સભ્યોની કમિટિ પણ બનાવવામાં આવી છે.

રાજુલા-જાફરાબાદ ખાંબા ૯૮ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર જ્યારે જાહેર સભા હોય ત્યારે જાહેરાત કરી હતી કે ધારાસભ્યોને જે પગાર ભથ્થા મળશે. તે જે મને મળશે તે હું લોક કલ્યાણમાં વાપરીશ અને હું શહેરમાં પાંચ માણસોની કમીટી બનાવી તેને આ નાણા આપી દઇશ અને કમીટીએ શૈક્ષણિક અને આરોગ્ય માટે જરૃરીયાત મંદ લોકોના કલ્યાણમાં વપરાશે તેમ હવે તેઓ અનેક કમીટીઓ રચીને પોતાનું કાર્ય ચાલુ કરી દીધું છે. અને લોક પ્રશ્નો ઉકેલવામાં સતત કાળજી રાખીશ તેમ કહે છે.

ગુજરાત રાજ્યમાં એક માત્ર ધારાસભ્ય જુનાગઢમાં મહેન્દ્રન મશરૃ હતા કે તેઓ પગાર-ભથ્થા લેતા નહી હવે તેઓ હારી જતા હવે એકમાત્ર રાજુલાના ધઆરાસભ્ય અંબરીશ ડેર કદાચ રાજ્યમાં એક જ હશે. રાજુલા-જાફરાબાદ-ખાંભાની જનતામાં હરખની હેલી ચડી છે. અનેક લોકોએ પોતાની મનતા રાખી હતી તે હવે લોકો, માતાજીની લાપસી, પગપાળા ચાલીને, બગદાણા, ભગુડા માંગલ માતાજીના મંદિરે, ચોટીલા જેવા તિર્થસ્થળોએ પગપાળા અને તે પણ ખુલ્લા પગે ચાલીને જતા જોવા મળે.. ઘણા વર્ષો બાદ આવા ઉત્સાહી, યુવાન, નિડર ધારાસભ્ય મળતા ત્રણેય તાલુકામાં આનંદની લહેર જોવા મળે છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar/rajula-congress-mla-will-use-his-allowance-in-health-education