રાહુલના રોડ-શોમાં પાટીદાર બહુમતી વિસ્તારોમાં જનમેદની ઉમટી
News of Tuesday, 10th October, 2017
અમદાવાદ : ધારાસભા ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે બીજી વાર ગુજરાત આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતના પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં રોડ-શોને પ્રચંડ લોક સર્મથન મળ્યુ હતું.
રાહુલના રોડ – શો દરમિયાન તેમની બસની આસપાસ તથા આજુબાજુના ઘરો ઉપર લોકો રાહુલને જોવા ઉમટી પડ્યા હતા. રાહુલ ગાંધી ગઈકાલે સવારે અમદાવાદ પહોંચેલ અને ત્યાંથી હાથીજણ સર્કલથી મિશન ગુજરાતના બીજા ચરણનો પ્રારંભ કરાવેલ. અહીંથી તેમનો કાફલો ખેડા જીલ્લાના ખાત્રજ ચોકડી પહોંચ્યો. જયાંથી નડીયાદ પહુંચી સંતરામ મંદિર તથા સરદાર પટેલના જન્મસ્થળે ગયેલ. ત્યારબાદ આણંદ થઈ વડોદરા ખાતે પહેલા દિવસનો પ્રચાર પૂર્ણ કરેલ. રાહુલ ગાંધીએ વેપારીઓ સાથે બેઠક પણ કરી હતી.
વડોદરા પહોંચતાની સાથે રાહુલ ગાંધીના રોડ-શોનું પાટીદારો દ્વારા સૂત્રો લખેલી ટોપી પહેરાવી ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતું. જોવાની વાત એ છે કે ખેડા તથા આણંદની ૧૩ ધારાસભા બેઠકોમાંથી કોંગ્રેસે ૮ બેઠકો જીતી હતી.
Source: http://www.akilanews.com/10102017/gujarat-news/1507620801-64513