રાહુલે મોદી ભક્ત અંગે PM પર કર્યો કટાક્ષ, કહ્યું શેઠને આપો સાચી સલાહ
Dec 31, 2017, 02:06 PM IST
નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી ટ્વિટ કરી નિશાન સાધ્યું છે. આ વખતે કેન્દ્રની ફ્લેગશિપ સ્માર્ટ સિટી યોજનાનો ઉલ્લેખ કરતાં રાહુલે મોદી ભક્તોને પોતાના માલિકને સલાહ આપવાની વાત કરી છે. રાહુલે ટ્વિટ કરી વડાપ્રધાન મોદી પર પોલા વાયદાઓ કરવાના આક્ષેપો કર્યા છે.
ટ્વિટ કરી પીએમ મોદી પર કર્યો કટાક્ષ
રાહુલે ટ્વિટ કરી લખ્યું કે, “પ્યારા મોદી ભક્તો, આપણી સ્માર્ટ સિટી યોજના માટે ફાળવવામાં આવેલા 9,860 કરોડ રૂપિયામાંથી માત્ર 7 ટકા પૈસાનો જ ઉપયોગ થયો છે, ચીન આપણને પાછળ છોડી ચુક્યું છે. જ્યારે કે તમારા માસ્ટર આપણને પોલા વાયદાઓ જ કરી રહ્યાં છે. પ્લીઝ આ વીડિયોને જુઓ અને રોજગાર સૃજન જેવાં જરૂરી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપો.”
ફાળવવામાં આવેલી રકમમાંથી માત્ર 7% રકમનો જ થયો છે ઉપયોગ
– કેન્દ્ર સરકારની મોટી યોજનાઓમાંથી એક સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 60 શહેરો માટે જાહેર કરવામાં આવેલાં 9,860 કરોડમાંથી માત્ર સાત ટકા એટલે કે 645 કરોડ રૂપિયાનો જ ઉપયોગ થયો છે. જે શહેરી મંત્રાલય માટે એક ચિંતાનો વિષય છે
– લગભગ 40 શહેરોમાંથી પ્રત્યેકને 196 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યાં છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદ માટે 80.15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
– જે બાદ ઈન્દોર માટે 70.69 કરોડ, સૂરત માટે 43.41 કરોડ અને ભોપાલ માટે 42.86 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
– આ વાત આવાસ અને શહેરી બાબતના મંત્રાલયના આંકડાઓમાં સામે આવી છે.
– આંકડાના ખુલાસા મુજબ આંદામાન નિકાબારમાં માત્ર 54 લાખ રૂપિયા, જ્યારે રાંચીમાં 35 લાખ રૂપિયાનો જ ખર્ચ થયો છે.
– તો ઔરંગાબાદે 85 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.
– મંત્રાલયના એક અધિકારીએ કેટલાંક શહેરોમાં પ્રોજેક્ટના અસંતોષજનક પ્રગતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.
Source: https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-rahul-gandhi-targetted-to-bjp-and-modi-about-smart-cities-project-by-tweeter-guj-5781489-PHO.html