રાહુલના જેટલી પર ચાબખા : તમારી નોટબંધી, GSTએ સરળ વેપારને તબાહ કરી નાખ્યો
ગુજરાતની એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણામંત્રી જેટલી પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે તમારી નોટબંધી, જીએસટીએ સરળ વેપારને બર્બાદ કરી નાખ્યો.
જેટલીને નિશાન બનાવતાં રાહુલે કહ્યું કે સમગ્ર દેશ ચીસો પાડીને કહેશે ભારતમાં વેપાર કરવો હવે સરળ રહ્યો નથી. રાહુલે વર્લ્ડ બેંકની રેંકિંગમાં ભારતની સ્થિતિમાં આવેલા ઉછાળા પર ખુશખુશાલ રહેલી કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર ક્રયા હતા. રાહુલે મેક ઇન ઇન્ડિયા ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આનાથી દેશના યુવાનોને વધારે રોજગાર મળી રહ્યા નથી. વિજય માલ્યા જેવા ડિફોલ્ટરો વિદેશમાં મોજ કરે છે અને અહીં ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો, વેપારીઓ, મધ્યમવર્ગ નોટબંધી અને જીએસટીનો માર સહન કરી રહ્યા છે.
મોદીનું ગુજરાત મોડેલ તમામ રીતે ફેલ ગયું છે અને ગુજરાતમાં અંડરકરંટનો માહોલ છવાયેલો છે, જે કરંટ ચૂંટણી વખતે ભાજપને લાગવાનો છે. રાહુલે કહ્યું કે મોદીજીએ મેઇક ઇન ઇન્ડિયા અને મેઇક ઇન ગુજરાતના બણગા ફંૂકયા હતા પરંતુ આજે મેઇક ઇન ચાઇનાનું વર્ચસ્વ છવાયેલુ છે. સચ્ચાઇ એ છે કે, ચીનમાં રોજના ૫૦ હજાર યુવાનોને રોજગારી મળે છે, જેની સામે મોદીજી રોજના માત્ર ૪૫૦ યુવાનોને રોજગારી આપી રહ્યા છે, જે બહુ શરમજનક વાત છે.
ગુજરાતમાં આજે કેન્સરનો ઇલાજ, હૃદયરોગનો ઇલાજ જેવી બિમારીઓનો ઇલાજ કરાવવો હોય તો પહેલા ખિસ્સામાં પૈસા જોઇએ છે અને પૈસા ના હોય તો દર્દીને હોસ્પિટલની બહાર ફેંકી દેવાય છે. (જેટલી પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે ડૉ.જેટલીજી, બધાને ખબર છે કે ઈઝ ઓફ ડુઈગ બિઝનેશ પરંતુ પોતાની જાતને દિવાસ્વપ્નમાં રાચતી રાખવા માટે જેટલીનો આ વિચાર સારો છે.)
Source: http://www.gujarattoday.in/rahul-na-jetli-par/