રાહુલ ચૂંટણી પરિણામો બાદ આજે ગુજરાતની મુલાકાતે, સોમનાથના કરશે દર્શન
Dec 23, 2017, 10:39 AM IST
વેરાવળ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધી આવતીકાલે સોમનાથ આવશે. તેઓ ફક્ત દર્શન કરીને પરત જશે. તાલાલાના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આવતીકાલે સવારે 10 વાગ્યે સોમનાથ આવશે. તેઓ સોમનાથ દાદાના દર્શન કરશે. અને બાદમા તેઓ પરત જશે. તેમની સાથે અહેમદ પટેલ પણ આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાહુલ ગાંધી 23 ડિસેમ્બરે ગુજરાતના આ સ્થળોની મુલાકાતે લેશે.
-સવારે 09:30 કલાકે કેશોદ એરપોર્ટ પર પહોચશે.
-સવારે 10:30 કલાકે સોમનાથ મંદિરના દર્શન કરશે.
-બપોરે 12:50 કલાકે અમદાવાદ એરપોટ પર પહોચશે.
-ગુજરાત યુનિવર્સિટી સંમેલન હોલ, અમદાવાદ ખાતે મીટીંગ કરશે.
-બપોરે 01:15 કલાકે ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે મીટીંગ કરશે.
-બપોરે 02:30 કલાકે મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મીટીંગ કરશે.
-બપોરે 03:15 કલાકે કચ્છ-સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મીટીંગ કરશે
-સાંજે 04:00 કલાકે દક્ષિણ ગુજરાતના નેતાઓ સાથે મીટીંગ કરશે.
-સાંજે 05:15 કલાકે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.
-દિલ્હી પરત ફરશે.
Source: https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-today-rahul-gandhi-will-come-to-somnath-know-the-entire-program-gujarati-news-5775635-NOR.html?ref=ht