રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે, ‘યુવા શક્તિ’ સાથે કરશે મુલાકાત

October 23, 2017, 8:38 am

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે ગાંધીનગર આવી રહ્યાં છે.

રાહુલ ગાંધી કોંગ્રેસ દ્વારા આયોજીત નવસર્જન ગુજરાત જનાદેશ રેલીમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર તેના સમર્થકો સાથે ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાશે.

આ સાથે કોંગ્રેસે રાહુલના આ પ્રવાસને લઇને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને પણ આમંત્રણ મોકલ્યું છે.

જો કે હજુ આ અંગે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે 22 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ આ વખતે વિધાનસભામાં બહુમત જીતી સત્તા પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહી છે.

કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીને લઇને યુવા શક્તિ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.

Source: http://sambhaavnews.com/national/rahul-gandhi-visit-again-gujarat/