રાહુલ ગાંધીનું ટ્વિટર યુદ્ધ, PM મોદીને પૂછ્યો આવો છઠ્ઠો પ્રશ્ન

December 4, 2017 | 9:39 am IST

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર યુદ્ધ શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાય દિવસથી રાહુલ એક પછી એક ટ્વિટ કરીને ભાજપ સરકાર પાસે તેના જવાબો માંગી રહ્યા છે. તો રવિવારે મહિલા શિક્ષણ સુરક્ષા વિશે પાંચમો પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે રાહુલે ટ્વિટ કરી છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો છે. રાહુલે ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને છઠ્ઠો સવાલ પછી જવાબ માંગ્યો છે.

રાહુલની ટ્વિટમાં પૂછાયેલો પ્રશ્ન
ભાજપનો બેવડો માર
એક તરફ યુવા બેરોજગાર
બીજી તરફ લાખો ફિક્સ પગાર અને કોંટ્રાક્ટ કર્મચારીની હાલત કફોડી
સાતમાં પગાર પંચમાં રૂ.18,000 માસિક હોવા છતાં ફિક્સ અને કોંટ્રાક્ટ પગાર રૂ.5,500 અને રૂ,10,000 કેમ ?

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ટ્વિટર ઉપર એક પછી એક ભાજપને પ્રશ્નો પૂછી રહ્યા છે. રાહુલ ગાંધીએ શનિવારે ચોથો સવાલ કરીને ગુજરાતના શિક્ષણ ઉપર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાહુલાના ટ્વિટનો વળતો જવાબ આવ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીએ પાંચમો સવાલ ટ્વિટર ઉપર પૂછ્યો હતો. જેમાં ન સુરક્ષા, ન શિક્ષણ ન પોષણ, મહિલાઓને માત્ર શોષણ મળ્યું, આશા વર્કર અને આંગણવાડી બહેનોને મળી માત્ર નિરાશા, ગુજરાતની બહેનો સાથે માત્ર વાયદો? ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટનો ગુજરાતના મુખ્યમંત્રીએ વળતા જવાબો આપ્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં વડાપ્રધાન મોદી સામે ચોથો પ્રશ્ન પૂછ્યો છે. જેમાં સરકારી શિક્ષણ પર ખર્ચનાં મામલે ગુજરાત 26માં નંબરે કેમ? ન્યૂ ઈન્ડિયાનું સપનું કઈ રીતે સાકાર થશે? મોંધીની ફી નાં કારણે વિદ્યાર્થીઓ પર બોજો? ગુજરાતનાં યુવાનોની શું ભૂલ?

Source: http://sandesh.com/rahul-gandhi-twitter-six-question-for-pm/