નિરાશાવાદીઓ ગ્લોબલ થઈ રહ્યા છે, મોદી પર રાહુલનો પ્રહાર

divyabhaskar.com | Last Modified – Oct 13, 2017, 11:52 AM IST

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વર્લ્ડ બેંકે તેના લેટેસ્ટ રિપોર્ટમાં ભારતના ગ્રોથ રેટમાં ઘટાડો થશે તેવો ઉલ્લેખ કર્યા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ અંગે નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે સરકારી પોલિસીની ટીકા કરતાં નિરાશાવાદીઓ દેશને એક સીમામાં રાખે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ મહિનાની શરૂઆતમાં ટીકા કરી હતી કે, કેટલાક લોકો ભારતમાં નિરાશાવાદ પ્રસરાવવાની કોશિશ કરી રહ્યા છે.

નોટબંધી અને જીએસટીના ટીકાકારોને મોદીએ ગણાવ્યા હતા નિરાશાવાદી
– જ્યારે દેશમાં અનેક લોકોએ નોટબંધી અને જીએસટી લાગુ કરવાની પદ્ધતિની આકરી ટીકા કરી તો મોદીએ તેમને નિરાશાવાદી તરીકે ખપાવ્યા હતા.
– આઈએમએફ બાદ વર્લ્ડ બેન્કે પણ ભારતીય અર્થવ્યવસ્થાને ડાઉનગ્રેડ કરતા રાહુલે આડકતરી રીતે મોદીને કટાક્ષમાં કહ્યું છે કે હવે તો નિરાશાવાદીઓ ગ્લોબલ થઈ ગયા છે.

રાહુલે શું કર્યું ટ્વિટ?
– રાહુલ ગાંધીએ આઇએમએફ અને વર્લ્ડ બેંકના રિપોર્ટનો સહારો લઈ ટ્વિટ કર્યું કે આ નિરાશાવાદીઓ ગ્લોબલ થઈ રહ્યા છે. તેઓ અહીંથી કેમ દૂર નથી જતા?

શૌરી અને સિંહાએ શું કહ્યું?
– ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અરૂણ શૌરી અને યશવંતિ સિંહાએ સરકારની ઇકોનોમિક પોલિસીની નિંદા કર્યા બાદ મોદીએ નિરાશાવાદીની કોમેન્ટ કરી હતી.
– સિંહા અને શૌરીએ કહ્યું કે, મોદી સરકારના નવેમ્બર 2016માં નોટબંધી અને જુલાઈ 2017માં GST આ બે નિર્ણય અયોગ્ય સમયે લેવામાં આવ્યા હતા.

Source: https://www.divyabhaskar.co.in/news/NAT-rahul-gandhi-tweets-pessimists-are-going-global-gujarati-news-5719744-PHO.html?ref=ht