રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે: હાર્દિક પટેલ અને દલિત આગેવાનો સાથે કરશે ચર્ચા
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસ આંદોલન કરતા પાટીદારો, દલિત અને ઓબીસીને મનાવાના પ્રયાસો કરી રહ્યાં છે.
દરમિયાન ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ કૉંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આવતીકાલે સોમવારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે અને આંદોલન કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દલિત નેતાઓ સાથે મુલાકાત કરીને ચૂંટણી અંગે ચર્ચા કરશે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી ભાજપના કુશાસનથી પીડાતી ગુજરાતની પ્રજાને કૉંગ્રેસ પાસે સુરાજ્યની અપેક્ષા છે. આવા સંજોગોમાં ભાજપ સરકારની પ્રજાવિરોધી નીતિઓથી હેરાન-પરેશાન નાગરિકોની લાગણીને વાચા આપવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગેશ મેવાણીએ લોક આંદોલનો શરૂ કર્યા હતા. પ્રજાને આ નેતાઓ પાસે પણ અપેક્ષાઓ હોવાથી ભાજપના કુશાસનને ગુજરાતમાંથી નાબૂદ કરવા, આ ત્રણે નેતાઓને સાથે રાખીને અને સમાન વિચારધારાવાળી રાજકીય પાર્ટીને પણ ગુજરાતનું નવસર્જન કરવા માટે આગળ વધવાનો નિર્ણય કૉંગ્રેસ પક્ષે કર્યો છે.
પાસના ક્ધવીનરો અને હાર્દિક પટેલની આગેવાની હેઠળ એક આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓએ પોતાના સમાજની માગણી અને લાગણી સાથે કૉંગ્રેસ પક્ષને આવેદનપત્ર આપ્યું છે. જેઓની માગણી-લાગણીને કૉંગ્રેસ પક્ષે અનુમોદન આપ્યું છે. આ ઉપરાંત હાર્દિક પટેલ અને પાસના ક્ધવીનરો કૉંગ્રેસ પક્ષને સમર્થન અને સહયોગ આપે.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=384116