રાહુલે બાહુબલી સ્ટાઈલમાં પીએમ મોદી પર સાધ્યું નિશાન
December 9, 2017 | 11:48 am IST
ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે અને મતદાન બૂથ પર લોકોની લાંબી લાઈન પણ લાગી છે. ત્યારે રાહુલ ગાંધીએ એકવાર ફરીથી પીએમ મોદી અને બીજેપી પર ટ્વિટરથી નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 22 વર્ષોથી ભાજપની સરકાર છે, આખરે કેમ આ વખતે પીએમ મોદીના ભાષણોમાંથી વિકાસ ગાયબ છે.
રાહુલે કહ્યું કે, મેં ગુજરાતના રિપોર્ટ કાર્ડથી 10 સવાલ પૂછ્યા હતા, પંરતુ તેનો જવાબ મળ્યો નથી. પહેલા ચરણનો પ્રચાર ખત્મ થવા સુધી ઘોષણા પત્ર પણ નથી આપ્યું. તેમણે તંજ કસતા કહ્યું કે, આખરે કેમ ભાષણ જ શાસન છે.
રાહુલે ગુજરાતમાં પહેલા ચરણમાં મતદાન કરતા જનતા સાથે અપીલ કરતા કહ્યું કે, મતદાતાઓની ભાગીદારી લોકતંત્રની આત્મા હોય છે. પહેલીવાર વોટ આપી રહેલા યુવાઓને અભિનંદન આપતા તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં મતદાન કરીને લોકતંત્રીના આ પર્વને સફળ બનાવો.
Source: http://sandesh.com/rahul-gandhi-in-bahubali-style/