રાહુલ ગાંધીનો સીધો વાર, ટ્વિટ કરીને પૂછ્યો 7મો સવાલ
December 5, 2017 | 10:21 am IST
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી ભાજપ અને પીએમ મોદી પર સીધો વાર કરવાનું નક્કી કર્યુ છે. જેમાં તેઓ ટ્વિટરથી વેધક સવાલો પૂછી રહ્યા છે. જેમાં આજે મંગળવારે તેમણે સાતમો સવાલ પૂછ્યો હતો. આ સવાલમા તેમણે નોટબંધી અને મોંઘવારીને લઈને સવાલ કર્યો છે.
રાહુલ ગાંધીએ પૂછેલો 7મો સવાલ
જુમલાની બેવફાઈ માર ગઈ, નોટબંધીની લુંટાઈ માર ગઈ, GST સારી કમાઈ માર ગઈ, બાકી કુછ બચા થા તો મહંગાઈ માર ગઈ. વધતા ભાવોથી જીવવુ મુશ્કેલ. શું અમીરોની જ છે ભાજપ સરકાર?
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ટ્વિટર ઉપર એક પછી એક ભાજપને પ્રશ્નો પૂછી રહ્યા છે. રાહુલ ગાંધીએ શનિવારે ચોથો સવાલ કરીને ગુજરાતના શિક્ષણ ઉપર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાહુલાના ટ્વિટનો વળતો જવાબ આવ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીએ પાંચમો સવાલ ટ્વિટર ઉપર પૂછ્યો હતો. જેમાં ન સુરક્ષા, ન શિક્ષણ ન પોષણ, મહિલાઓને માત્ર શોષણ મળ્યું, આશા વર્કર અને આંગણવાડી બહેનોને મળી માત્ર નિરાશા, ગુજરાતની બહેનો સાથે માત્ર વાયદો? ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટનો ગુજરાતના મુખ્યમંત્રીએ વળતા જવાબો આપ્યા છે.
Source: http://sandesh.com/rahul-gandhi-tweet-7th-question-to-bjp-gujarat-election-2017/