UPA કાળમાં 10 જનપથ સત્તાનું કેન્દ્ર ન હતું, હાલ માત્ર મોદી પાસે બધો પાવર: રાહુલ ગાંધી

Oct 27, 2017, 10:56 AM IST

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ કહ્યું છેકે, યુપીએના શાસન કાળમાં 10 જનપથ સત્તાનું કેન્દ્ર ન હતું. આ વાતને સમજવામાં થોડી ગેરસમજ થઈ છે. પરંતુ અત્યારે દરેક પાવર નરેન્દ્ર મોદી અને પીએમઓ પાસે છે. રાહુલે એવુ પણ કહ્યું છે કે, પાર્ટીનું ભવિષ્ય સત્તાના વિકેન્દ્રીકરણ પર નિર્ભર છે. નોંધનીય છે કે, 10 જનપથ કોંગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીનું ઓફિશિયલ રેસિડન્સ છે.

સત્તાનું કેન્દ્ર તો પીએમઓ બન્યું છે

– ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રાહુલે ગુરુવારે કહ્યું હતું કે, આજે તો સત્તાનું કેન્દ્ર પીએમઓ બની ગયુ છે. અમે બીજેપીના મંત્રીઓની વાત કરીએ છીએ. સુષ્મા સ્વરાજ સહિત ઘણા મંત્રીઓ પાસે કોઈ પાવર નથી. બધી જ તાકાત માત્ર વડાપ્રધાન પાસે છે. બીજેપીની સરકાર ચલાવવાની પદ્ધતિ મુળ કોંગ્રેસ કરતા અલગ છે.
– યુપીએના સમયમાં સત્તા કોની પાસે હતી તે સવાલના જવાબમાં રાહુલે કહ્યું હતું કે, 10 જનપથ કદી સત્તાનું કેન્દ્ર નથી રહ્યું. લોકો તેને યોગ્ય રીતે સમજી ન શક્યા.

આપણાં ત્યાં પ્રયોગોને આવકારવામાં આવે છે

– રાહુલ ગાંધીએ પ્રણવ મુખરજી અને મનમોહન સિંહનું ઉદાહરણ આપીને કહ્યું કે, આગામી સમયમાં કોંગ્રેસની કમાન યુવા હાથમાં હશે. અમારી સરકારમાં યુવા ચહેરા વધારે હશે, પરંતુ આપણા દેશમાં પ્રયોગોનું સન્માન કરવામાં આવે છે. અમે અનુભવી લોકોની બુદ્ધી અને કૌશલનો સપોર્ટ લેતા રહીશું.
– ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર વધારે વિકેન્દ્રીત થઈ જશે. આ એવી સરકાર હશે જેમાં અમુક લોકોના હાથમાં જ સત્તા નહીં હોય, જેવુ પહેલાની સરકારમાં થયું હતું.

– કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે પીએચડી એક્સીલંસ અવોર્ડ 2017માં સામેલ થયા હતા. અહીં બોક્સ વિજેન્દ્ર સિંહે તેમને સવાલ કર્યો હતો કે, ભૈયા, લગ્ન ક્યારે કરશો? ત્યારે રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે, હું નસીબમાં માનુ છું, લગ્ન જ્યારે થવાના હશે ત્યારે થશે.

– વિજેન્દ્રએ પૂછ્યું હતું કે, મે કદી કોઈ પાર્લામેન્ટ સભ્ય અથવા એમએલએને રમતા નથી જોયા. સેલિબ્રિટઝને ફૂટબોલ-ક્રિકેટ રમતા જોયા છે. તમે વડાપ્રધાન બનશો તો દેશમાં કઈ રમતને ડેવલપ કરશો? આ પહેલો સવાલ છે. બીજો સવાલ એ કે, હું અને મારી વાઈફ હંમેશા વાત કરીએ છીએ કે રાહુલ ભૈયા લગ્ન ક્યારે કરશે? મે તેને કહ્યું છે કે, તેઓ વડાપ્રધાન બનશે ત્યારે લગ્ન કરવા જશે. ત્યારની વાત જ કઈક અલગ બશે. બધા આ સવાલના જવાબની રાહ જોઈ રહ્યા છે.

– રાહુલે જવાબ આપ્યો હતો કે, આ બહુ જૂનો સવાલ છે. હું નસીબમાં વિશ્વાસ કરુ છું. લગ્ન જ્યારે થવાના હશે ત્યારે થશે. જ્યારે તમે સ્પોર્ટ્સની વાત કરો છો ત્યારે હું તેમા સામેલ નથી. હું એક્સરસાઈઝ, સ્વિમિંગ, રનિંગ કરું છું. એકિડોમાં બ્લેક બેલ્ટ છું. હું આવું બધુ કરતો રહેતો હોઉં છું પણ જાહેરમાં તે વિશે વાત નથી કરતો. મારા જીવનમાં સ્પોટર્સ છે અને હંમેશા રહેશે.

Source: https://www.divyabhaskar.co.in/news/NAT-rahul-says-concentration-of-power-during-upa-was-not-at-10-janpath-gujarati-news-5730166-PHO.html?ref=ht