પૂરપીડિતોને 500 કરોડનો વાયદો કર્યો પણ આપ્યા બીજેપીના લોકોને: રાહુલ

Nov 12, 2017, 01:58 PM IST

પાલનપુર: રાહુલ ગાંધીએ બીજા દિવસની યાત્રાનો પ્રારંભ દાંતાથી કર્યો હતો. પરંતુ આ પહેલા તેમણે અંબાજી ખાતે ગુજરાતભરની કોંગ્રેસની આઈટી સેલના કાર્યકરો સાથે વાતચીત કરી હતી. જેમાં કોંગ્રેસ લોકો સુધી સત્ય પહોંચાડે છે અને ભાજપ જૂઠ્ઠાણું ફેલાવે છે તેમ જણાવ્યું હતું. દાંતામાં તેમણે લોકોને જણાવ્યું હતું કે, જીએસટી અને નોટબંધી નરેન્દ્ર મોદીની ભૂલ હતી. ત્યારબાદ પાલનપુર પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષે નેનોને લઈને કરેલા રોકાણને લઈને નરેન્દ્ર મોદી પર ચાબખા માર્યા હતા. કરોડો રૂપિયા નેનો માટે ફાળવ્યા પણ 500 કરોડ વાયદો કરીને બનાસકાંઠાના પૂરપીડિતોને ન આપ્યા હોવાનું જણાવ્યું હતું.

રાહુલે પાલનપુરમાં શું કહ્યું
– ગુજરાતની જનતાના દિલમાં દુઃખ છે
– દેશના બધા જિલ્લામાં ગયો છું, એવા પ્રદેશમાં ગયો છું જ્યા સમાજના બધા લોકો આંદોલન કરે છે
– હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી આદીવાસી આંદોલન કરે છે
– અહીં પૂર આવ્યું, 500 કરોડનો વાયદો કર્યો એ મળ્યો નહીં
– આજ સુધી તમારા હાથમાં પૈસા નથી આવ્યા, આવ્યા એ બીજેપીના લોકોને મળ્યા
– મનરેગાને ચલાવવા માટે કોંગ્રેસે આખા દેશમાં 35 હજાર કરોડ લગાવ્યા હતા, દેશના કરોડો લોકોને રોજગારી મળી, ખુશીઓ આવી
– મનરેગા ચાલુ કરવા માટે જેટલા રૂપિયા લગાવ્યા એટલા પૈસા બીજેપીએ નેનો બનાવવા આપ્યા, એક પ્રોજેક્ટ માટે આપ્યા
– નરેન્દ્ર મોદીએ પોતે નેનો માટે 33 હજાર કરોડ આપ્યા
– તમારી જમીન લીધી, પાણી લીધી, વીજળી લીધી
– ગુજરાતના રસ્તા પર તમે ચાલો છો, શું રસ્તા પર ટાટા નેનો કાર જોઈ છે
– મેં હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, હજારો લોકોની સાથે વાત કરી છે
– ટાટા નેનોને પૂછ્યા વગર 33 કરોડ આપી શકો છો અને પૂરગ્રસ્તોને 500 કરોડ પણ નથી આપતા
– તમારા બાળકોને એન્જિનિયરિંગ કોલેજમાં જવું હોય કે ડોક્ટર બનવું હોય તો 5-10 લાખ આપવા પડે છે, ગરીબ આદીવાસી, મિડલ ક્લાસના લોકો હોય લાખો રૂપિયા ન આપી શકે
– ગુજરાતમાં તેમના બાળકો એન્જિનિયર કે ડોક્ટર નથી બની શકતા
– 33 હજાર કરોડ એક કંપનીને એક મિનિટમાં આપી શકાય છે
– બીમાર પડો તો હાર્ટ અટેક કે કેન્સર થાય તો ખિસ્સામાંથી 5-10 લાખ રૂપિયા આપો
– તમને સ્વાસ્થ્ય, શિક્ષણ માટે રૂપિયા ચૂકવવા પડે છે
– ગુજરાતના સૌથી અમીર લોકોને એક મિનિટમાં 33 કરોડ અપાય છે
– પૈસા કોના છે? ટાટા ના નથી, નરેન્દ્ર મોદીના પૈસા નથી, આ ગુજરાતની જનતાના પૈસા છે, તમારા છે
– એક નહીં તેમણે 5-10 મિત્ર છે તે બધાને હજારો કરોડો આપ્યા છે
– તેઓ તેમને પૈસા આપે છે અને તેમના ઉદ્યોગપતિ મિત્ર તેમનું માર્કેટિંગ કરે છે ટેલિવિઝન પર, પછી તમે જુઓ છો
– નર્મદાની વાત કરે છે, ખેડૂતોને પૂછું છું 22 વર્ષથી વાત ચાલી રહી છે
– નર્મદાનું પાણી ગરીબ ખેડૂતને મળ્યું, ગુજરાતની આ હકીકત છે
– પાંચ-દસ લોકોને ફાયદો અને જનતાને ન શિક્ષણ મળે, ન સ્વાસ્થ્ય સેવા મળે કે ન રોજગાર મળે
– જ્યાં પણ નરેન્દ્ર મોદી જાય છે મેક ઈન ઈન્ડિયાની વાત કરે છે
– ચૂંટણી સમયે કહ્યું હતું, 2 કરોડ યુવાઓને રોજગાર આપીશું
– થોડા સમય પહેલા અમે સસંદમાં પ્રશ્ન પૂછ્યો, અમે મંત્રીને સવાલ કર્યો કે બે કરોડની વાત કરી હતી કેટલા લોકોને રોજગાર આપ્યો
– બીજેપીના મંત્રીએ જવાબ આપ્યો આઠ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આ વર્ષે છે
– ચીન સાથે આપણો મુકાબલો છે
– ચીન 24 કલાકમાં 50 હજાર લોકોને રોજગારી આપે છે
– નરેન્દ્ર મોદીની સરકાર 24 આખા દિવસમાં 450 લોકોને રોજગાર આપે છે
– ચીન બે દિવસમાં કરે છે, એ કામ નરેન્દ્ર મોદીજીનું મેક ઈને ઈન્ડિયા એક વર્ષમાં પણ નથી પૂરા કરી શકતું
– 30 લાખ યુવાનો રોજગાર માટે ઊભા છે
– સુરતની ફેક્ટરીઓ બંધ કરી દીધી, સમગ્ર દેશના યુવાઓને બેરોજગાર કરી દીધા
– નોટબંધી અને જીએસટી લાગુ કરીને રોજગાર છિનવ્યા
– નરેન્દ્ર મોદીએ હજુ નથી સ્વીકારતા કે નોટબંધી ભૂલ હતી

Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-BSK-OMC-rahul-gandhi-say-government-not-paid-money-to-flood-affected-people-gujarati-new-5744016-PHO.html?ref=ht