ભરૂચના કંથારીયામાં રાહુલ ગાંધીનો મેગા રોડ-શો યોજાયો
વડોદરા: દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવેલા કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો કંથારિયામાં જંબુસર હાઈવે પર મેગા રોડ-શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. તેમ જ તેમની ઉપર પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જંબુસરમાં સભા સંબોધ્યા બાદ રાહુલ ગાંધીનો કંથારિયામાં રાહુલ ગાંધીનો રોડ-શો યોજાયો હતો. તેમની સાથે કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત જોડાયા હતા. રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
રાહુલ ગાંધીએ વિશાળ સંખ્યામાં ઊમટી પડેલા લોકોનો અભિવાદન ઝીલ્યું હતું. તેમ જ લોકોનો ઉત્સાહ જોઈને રાહુલ ગાંધીને તેમના માટે તૈયાર કરવામાં આવેલા નવસર્જન રથ છોડીને તેઓ મેટાડોરમાં સવાર થયા હતા. તેમની ઉપર લોકોએ પુષ્પવર્ષા કરી હતી.
રાહુલ ગાંધીએ મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકો સાથે હાથ મીલાવીને તેમની સાથે સંવાદ પણ કર્યો હતો.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=384899