ટ્વીટર પર પોતાની લોકપ્રિયતા માટે કોણ જવાબદાર છે તે અંગે રાહુલે પારદર્શકતા બતાવી
નવી દિલ્હી, તા.ર૯
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે એક રમૂજી ટિ્વટ દ્વારા પોતાના એ આલોચકોની હાંસી ઉડાવી જે ટ્વીટર પર તેમની વધતી લોકપ્રિયતા પર સવાલ ઉઠાવી રહ્યા હતા. રાહુલે આ ટિ્વટ દ્વારા જણાવ્યું કે, તેમના માટે ટિ્વટ અને સોશિયલ મીડિયાનું કામ કોણ સંભાળે છે.
રાહુલે ટ્વીટ કર્યું કે લોકો પૂછી રહ્યા છે કે આ વ્યક્તિ માટે ટિ્વટ કોણ કરે છે. હું સ્પષ્ટપણે કહું છું કે, એ વ્યક્તિ હું છું. હું તેનાથી વધારે કુલ છું. જુઓ હું શું કરી શકું છું એક ટિ્વટ…. ‘‘ઉપ્સ ટ્રીટ થી’’ રાહુલે આ ટિ્વટ સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં એક ગલુડિયું ટ્રીકને પર્ફોમ કરી રહ્યું છે. વીડિયોમાં રાહુલ ગાંધીને પીડી નામના એક ગલુડિયાને નમસ્કાર કહેવા માટે પ્રેરિત કરતાં સાંભળી શકાય છે. રાહુલના કહેવા પર તે એક પગ પર ઊભું થાય છે અને રાહુલ તેના નાક પર ભોજનનો એક ટુકડો મૂકે છે અને તેને ઊભા થવા માટે કહે છે. ત્યારબાદ રાહુલ ચપટી વગાડે છે અને ગલુડિયું પોતાની કલાકારી બતાવતાં ભોજનનો ટુકડો આરોગી જાય છે. રાહુલ તેને શાબાસી આપતાં કહે છે ‘ગુડ બોય’.
વ્યંગથી ભરેલા આ ટિ્વટ દ્વારા રાહુલે પોતાના આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. જે દાવો કરે છે કે, રાહુલના ટ્વીટર એકાઉન્ટ પર દેખાતી વ્યંગતા સોશિયલ મીડિયા નિષ્ણાતની દેન છે. તાજેતરમાં એવી વાતો પણ થઈ રહી હતી કે ટ્વીટર પર રાહુલની લોકપ્રિયતા ખરીદેલી છે. જો કે, કોંગ્રેસે આ આરોપો નકારી કાઢયા હતા. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીને નિશાન બનાવતાં ટ્વીટને ૬૦ હજારથી વધુ લાઈક મળ્યા હતા જ્યારે તેને ૧ર હજારથી વધુ વખત રિટિ્વટ કરવામાં આવી હતી.
Source: http://www.gujarattoday.in/twitter-par-potani-lokpriyata/