રાણીની વાવમાં રાહુલ બન્યા પર્યટક, બેનમૂન સ્થાપત્યના પાડ્યા ફોટો

નવી દિલ્હી તા.૧૪: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગઇ કાલે પાટણ આવેલા કોગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ રાહુલ ગાંધી પર્યટક બનીને વિશ્વપ્રસિદ્ધ ઐહાસિક સ્થળ રાણીની વાવ જોઇને અચરજ પામી ગયા હતા. આ હેરિટેજ સાઇટની મુલાકાતથી તેઓ ખુશ થઇ ગયા હતા.

ભુગર્ભમાં સાત માળના ઔતિહાસિક-પ્રાચીન શિલ્પસ્થાપત્યના સ્થળ એવા રાણીની વાવ કે જેને નાગરિકો ‘રાણકી વાવ’ના હુલામણા નામથી ઓળખે છે એ સ્થળ જોવાનું રાહુલ ગાંધી ચૂકયા નહોતા. રાહુલ ગાંધી વાવમાં નીચે ઊતરીને એનાં શિલ્પસ્થાપત્યો જોઇને દંગ રહી ગયા હતા. આ અદ્ભુત રચનાને તેઓ તેમના મોબાઇલમાં કેદ કરવાથી પોતાની જાતને રોકી નહોતા શકયા.

તેમણે વાવની નાની બારીમાંથી પોતાના મોબાઇલમાંથી બેનમૂન સ્થાપત્યના ફોટો કેપ્ચર કર્યા હતા. એક પર્યટકની અદાથી રાહુલ ગાંધીએ નાનકડી બારીમાંથી માથું બહાર કાઢીને જુદાં-જુદાં સ્થાપત્યોના ફોટા પાડ્યા હતા.

Source: http://www.akilanews.com/14112017/gujarat-news/1510633601-66008