સમાજના બધા વર્ગોમાં નારાજીઃ ભાજપને ચૂંટણીના દિવસે કરંટ લાગશેઃ જીએસટીએ દેશને બરબાદ કર્યો

03:07 pm IST, તા., ૧

ગુજરાતના ચૂંટણી મેદાનમાં તીખા તમતમતા પ્રહારોનો દોર ચાલુ જ છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના ભરૂચમાં રેલીને સંબોધીને પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે વર્લ્ડ બેંકની રેકીંગમાં ભારતની સ્થિતિમાં આવેલા ફેરફાર પર ગદગદ થઇને કેન્દ્ર સરકાર પર કર્યો હુમલો. કોંગ્રેસ ઉપાધ્યક્ષે પીએમ પર નિશાન સાધીને કહયું કે, મોદીજીની એક સેલ્ફીથી ચીનના એક યુવાનને નોકરી મળી જાય છે. રાહુલે મેક ઇન ઇન્ડીયા પર પણ હુમલો કરીને કહયું કે, તેનાથી દેશના યુવાઓને વધુ રોજગાર મળી રહયો નથી.

રાહુલે કહયું ચીન સાથે આટલી સ્પર્ધા હોવા છતાં હજુ પણ દેશમાં મેઇડ ઇન ચાઇના પણ ચાલી રહયું છે. પોતાના મોબાઇલથી મોદીજી જયારે સેલ્ફી લેવા માટે બટન દબાવે છે તો તેનાથી ચીનમાં એક યુવાનને રોજગાર મળે છે. ચીનમાં દરરોજ પ૦ હજાર યુવાનોને રોજગાર આપવામાં આવી રહી છે અને જયારે નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડીયાના દરરોજ ભારતમાં ૪પ૦ યુવાઓને રોજગાર મળે છે. આજે દેશભરમાં ૪પ૦ યુવાઓને રોજગાર મળે છે. આજે સમગ્ર દેશમાં ભાજપ સરકાર ૧ લાખ યુવાઓને રોજગાર આપી રહી છે. આ જ વાસ્તવિકતા છે.

વિશ્વ બેંકનો સુગમ કારોબાર વાળા દેશોની યાદીમાં ભારતનાં એક જ વર્ષમાં ૩૦ સ્થાનના વધારા પર પણ રાહુલે કટાક્ષ કર્યો. રાહુલે કહયું, સુગમ કારોબારની વાત થઇ રહી છે પરંતુ નાણામંત્રી અરૂણ જેટલી કોઇ નાના કારોબારીને ત્યાં જઇને તેના બિઝનેસ અંગે કેમ નથી પુછી રહી જીએસટી-નોટબંધીએ નાના ઉદ્યોગને બરબાદ કરી દીધો.

ભરૂચ અને સુરતના પોતાના ૩ દિવસના પ્રવાસની શરૂઆત કરીને રાહુલે મોદી સરકાર પર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાનો આરોપ મુકવો. રાહુલે કહયું સરકાર પાસેથી પ્રજા થોડીક જ વસ્તુ માંગે છે. વાલીઓ, બાળકો માટે સારૂ ભણતર-નોકરી ઇચ્છે છે. રાજયમાં ૯૦ ટકા કોલેજ ઉદ્યોગપતિઓના હાથમાં આપવામાં આવ્યા છે. શિક્ષણ માટે લાખોનો ખર્ચ થાય છે. ગરીબોના હાથમાં શિક્ષણ આવતું નથી. સરકારે શાળા-હોસ્પીટલ બંધ કરવામાં આવ્યા. બધુ ખાનગી હાથોમાં સોંપી દેવામાં આવ્યું. સારવાર હોય કે શિક્ષણ પૈસા નહી હોય તો કામ આગળ વધશે નહી આ જ છે ગુજરાત મોડલ.

દરેક વર્ગ પરેશાન છે. ફકત ઉદ્યોગપતિઓને જ કોઇ સમસ્યા નથી. તેઓને સરકારનો સાથ છે તેઓને કોઇ સમસ્યા નથી.

રાહુલે કહયું, રાજયમાં પાણી નથી આદિવાસીઓનું પાણી-ઉદ્યોગપતિઓને અપાય છે. ટાટા નેનો માટે મોદીજીએ ૩૩ર હજાર કરોડ રૂપીયા ફીમાં જ બેંક લોન લીધી. તેનાથી ગુજરાતના દરેક ખેડુતનું દેવું માફ કરી રકાય તેમ હતું. શું નેનો ગાડી કયાંય પણ જોવા મળી રહી છે. આટલા પૈસા અને પાણી આપ્યું છતા પણ નથી મળતી જોવા.

રાહુલે કહયું કે ભાજપ ૩ વર્ષથી સરકારમાં છે પરંતુ સ્વીસ એકાઉન્ટ વાળા કેટલાક લોકો જેલ ભેગા થયા. એક પણ બતાવો કે મોદીજીએ જેલ ભેગા કર્યા હોય વિજય માલ્યા પણ મોજ કરી રહયા છે.

Source: http://www.akilanews.com/01112017/main-news/1509529051-117026