જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતાં હોય તો ગરીબ ખેડૂતોનો શું વાંક ? : રાહુલ ગાંધી
અમદાવાદ,વેરાવળ,તા.ર૦
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજરોજ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારની શરૂઆત સોમનાથ મંદિરમાં દર્શન કરીને કરી હતી. ત્યારબાદ યોજાયેલી જંગી જાહેરસભામાં કેન્દ્ર અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો ક્યાં હતા. વડાપ્રધાન મોદી પર મારો ચલાવતા તેમણે જણાવ્યું હતું કે મોદીએ હંમેશા ગરીબ પ્રજાને લૂંટવાનું અને અમીર ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાનું જ કામ કર્યું છે. જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો ગરીબ ખેડૂતોનો શું વાક ? તેમના દેવા શા માટે માફ કરવામાં આવતા નથી !
રાહુલ ગાંઘીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપની સરકાર છે અને સરકારનું કામ લોકોની મદદ અને સુવિઘા પૂરું પાડવાનું હોય છે પરંતુ ગુજરાતમાં ૨૨ વર્ષના શાસનમાં ભાજપ સરકારે ઉઘોગપતિઓને કરોડો રૂપિયા આપ્યા છે કોગ્રેંસની કેન્દ્ર સરકારે દેશભરમાં મનરેગા યોજના ચાલુ કરી લોકોને રોજગારી મળી રહે તે માટે ૩પ હજાર કરોડની ફાળવણી કરી હતી. જ્યારે ગુજરાતની તત્કાલીન મોદી સરકારે એક જ ટાટા નેનો પ્રોજેકટ શરૂ કરવા માટે એક કંપનીને ૩૩ હજાર કરોડ મોદીએ આપ્યા જ્યારે અમારી કોગ્રેંસ સરકારે આટલી જ રકમ દેશવાસીઓના રોજગાર મળી રહે માટે મનરેગા યોજનામાં માટે ફાળવી હતી. મોદીએ લોકોની જમીન છીનવી નેનો કંપનીને આપી સાથે નર્મદાનું પાણી અને વિજળી આપી મોદીએ લોકોને જણાવેલ કે, નેનો કાર બનશે અને આ ફેક્ટરીમાં લાખો લોકોને રોજગારી મળવાની સાથે રાજ્યનો ફાયદો થશે અને તમે જયાં પણ જોશો ત્યાં નેનો કાર દેખાશે ત્યારે મારો સવાલ એ છે કે, હવે જ્યારે તમે ભારતમાં ફરો છો ત્યારે તમને કયાંય નેનો કાર જોવા મળે છે ? જે સવાલના જવાબમાં હાજર મેદનીએ ના નો જવાબ આપ્યો હતો. આ એક ઉઘોગપતિની સહાયનું ઉદાહરણ છે આવા જ દસેક ઉઘોગપતિ મોદીના મિત્રો છે જે તમામને લોકોની સુવિધા પાછળ ખર્ચવાનું થતં પૂરેપૂરું બજેટ ફાળવવામાં આવે છે. ગુજરાતના બંદરો એક ઉઘોગપતિને, ટાટા નેનો પ્રોજેકટ માટે કરોડોની ફાળવણી, લોકોની જમીન ત્રીજાને આવી રીતે મોદી સરકારે લોકોની સુવિધાનું બજેટ ઉઘોગપતિઓને ફાળવતા હોવાનું જણાવી મોદી સરકાર ઉઘોગપતિઓની સરકાર હોવાનો આક્ષેપ કરેલ હતો.
રાહુલ ગાંઘીએ મોદીની સ્ટાઇલમાં લોકો સાથે સવાલ-જવાબ કરતા પ્રશ્ન પૂછ્યો કે, આ ભૂમિના કિસાનોને વીજળી મળે છે ? લોકોએ જવાબમાં ના કહ્યું હતું. માછીમારોને માછીમારી માટે મળતી રૂ.૩૦૦ કરોડની સબસીડી મળે છે ? લોકોએ જવાબમાં કહ્યું હતું કે, નહીં ત્યારે રાહુલે જણાવેલ કે, આ સબસીડીની રકમ નેનો પાસે ગઇ મોદીએ કહ્યું હતું કે, સોમનાથની ભૂમિ પર ટુરિઝમ માટે એરપોર્ટ બનાવશું તો કયાંય બન્યું છે ? એન્જિનિયરિંગ કોલેજ બની છે ? બંદરો બનાવવાની વાતો કરી હતી કયાંય બંદરો બન્યા છે ? આ તમામ સવાલોના જવાબમાં લોકોએ ના કહ્યું હતું. આમ, જો મોદી સરકારે નેનો પ્રોજેક્ટ માટે ઉઘોગને ૩૩ હજાર કરોડ ન ફાળવ્યા હોત તો આજે આ ભૂમિ પર એરપોર્ટ, વિજળી, બંદરો સહિત લોકોને જરૂરિયાતની સુવિઘા આપી શકાત પરંતુ મોદીએ પ્રજાના ખીસ્સામાંથી કરોડોની રકમ કાઢી ઉઘોગોને ફાયદો કરાવ્યો છે. પરંતુ કોગ્રેંસની સરકાર આવશે તો માછીમારો અને ખેડૂતોને પૂરતા લાભ આપવામાં આવશે અને આ કામ ડિસેમ્બર મહિનાથી જ શરૂ થશે તેમ જણાવી સોમનાથ ભૂમિના લોકોને આભાર માન્યો હતો.
Source: http://www.gujarattoday.in/jo-udhyogpationa-deva-maaf/