પાટણ: દલિતો સાથે રાહુલ ગાંધીનો સંવાદ, 33 હજાર કરોડમાંથી તમને કેટલા મળ્યા

November 13, 2017 | 3:20 am IST

પાટણ: રાહુલ ગાંધીએ પાટણમાં રાતવાસો કર્યા બાદ આજે વીર મેઘમાયાના સ્થાનકે દર્શન કરીને છેલ્લા અને ત્રીજા દિવસના પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ એક સ્થળે દલિતો સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમાં એક પ્રશ્નના જવાબમાં રાહુલ ટાટા નેનો પ્રોજેક્ટ પાછળ તત્કાલિન સરકારે કરેલા રોકાણમાંથી તમને શું ફાયદો થયો અને દલિતોને કેટલા રૂપિયા મળ્યા તેવો સવાલ કર્યો હતો.

અનુસૂચિત જાતિ સ્વાધિકાર સંવાદમાં રાહુલ ગાંધીએ શું કહ્યું
તમારી વચ્ચે આવીને ખૂબ આનંદ થયો
સવાલ: અનુસૂચિત જાતિ અન્યાય થયો છે ઉના અત્યાચારમાં ન્યાય નથી મળ્યો તો કોંગ્રેસ શું ન્યાય આપશે
– દલિત સમાજના લોકો આવ્યા હતા અને વાતચીતમાં કહ્યું કે આના મામલે શું કરશો, મેં કહ્યું આ તમારી માંગ નથી કાયદો છે, તમારો હક છે, જેમણે ઉના કે અન્ય જગ્યાએ કોંગ્રેસની સરકારમાં દલિતો પર અત્યાચાર થશે તો સખત કાર્યવાહી થશે.
– દેશમાં બધી જ્ઞાતિના લોકો રહે છે
– આંબેડકરે સંવિધાનમાં લોકોના ફંન્ડામેટલ રાઈટ્સ લખ્યા છે
– અમારી સરકાર આવશે તો તેનું પાલન થશે
– કોંગ્રેસ પાર્ટીની મેનિફેસ્ટો ચાલી રહી છે તેમાં મેનિફેસ્ટો ઈમ્પિલિમેન્ટ નહીં થાય તો તે મુખ્યમંત્રી નહીં રહે,
– મિસ્ત્રી, સામ પિત્રો સોલંકીજી બધી જગ્યા ફરીને ગુજરાતમાં મેળવી રહ્યા છે, તેમની સાથે મિટિંગ કરીને કોંગ્રેસ પાસે કરાવવા માગો છે તે કહી દો
– મેનિફેસ્ટોની પ્રોસેસ બંધ બારણે ન થાય, લોકો વચ્ચે બને
– તમારો અધિકાર છે તેને અમે કરીને બતાવશે
સવાલ: આંબેડકરજીએ શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું હતું પરંતુ બીજેપીની સરકારે શિક્ષણથી વંચિત કર્યું છે, એટલે શિક્ષણમાં સંવિધાનને ભણવવામાં આવે – ગુજરાતમાં શિક્ષણનું પ્રાઈવેટાઈઝેશન થયું એમાં દલિત અને આદિવાસીઓને નુકસાન થયું
– 5-10 લાખ ભણવા પાછળ ખર્ચવા સમર્થ ન હોય
– કોલેજમાં ન જાય એટલે પહેલા જ મામલો પૂરો કરો, મારુ માનવું છે થોડા પ્રાઈવેટ હોવા જોઈએ
– હાઈક્વોલિટી શિક્ષણ લોકોને ફ્રીમાં મળવું જોઈએ

Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-PAT-OMC-rahul-gandhi-meet-dalit-community-in-patan-gujarati-news-5744675-PHO.html?ref=ht