કાલથી રાહુલ ગાંધી કચ્‍છ, મોરબી, સુરેન્‍દ્રનગરની મુલાકાતે

રાજકોટ, તા. ૪ :

વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે કોંગ્રેસના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી કાલથી સૌરાષ્‍ટ્ર કચ્‍છ, દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

કોંગ્રેસ ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી આગામી પ થી ૭ ડિસેમ્‍બરથી ત્રણ દિવસની વધુ એક મુલાકાતે આવી રહ્યા છે. પ ડિસેમ્‍બરથી શરૂ થનારા આ પ્રવાસ દરમિયાન તેઓ પ્રથમ દિવસે કચ્‍છ-મોરબી અને સુરેન્‍દ્રનગર, બીજા દિવસે ૬ ડિસેમ્‍બરે તાપી-સુરત અને નર્મદા, જયારે ત્રીજા દિવસે ૭ ડિસેમ્‍બરે મધ્‍ય ગુજરાતમાં રોડ શો, જાહેર સભા સાથે પ્રચાર કરશે.

કોંગ્રેસના સુત્રોના જણાવ્‍યા મુજબ ૯ મી ડિસેમ્‍બરે પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ફરી એક વખત ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. આ વખતે તેઓ ગુજરાતમાં ત્રણ દિવસ રોકાણ કરીને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને દક્ષિણ ગુજરાતના વિસ્‍તારોમાં પ્રચાર કરશે. જો કે, મધ્‍ય ગુજરાતમાં અગાઉના રાઉન્‍ડમાં બાકી રહેલા વિસ્‍તારોમાં તેઓ પ્રચાર કરશે.

Source: http://www.akilanews.com/04122017/saurashtra-news/1512371079-78188