ગુજરાતમાં રાહુલ ગાંધી: સામાન્ય ચાની લારી પર લીધી ચાની ચુસ્કી
Oct 11, 2017, 04:42 AM IST
નસવાડી: બોડેલી ખાતે આવેલ રાહુલ ગાંધીએ જંગી જનમેદનીને સંબોધન કર્યા બાદ છોટાઉદેપુર જવા માટે રવાના થયા હતા. ત્યારે જે જગ્યાએ જંગી સભાને સંબોધન કરેલ હતી. તે મેદાન થી નજીક જ એક ખાનગી હોટલમાં રાહુલ ગાંધી ઉભા રહ્યા હતા અને સામાન્ય વ્યક્તીની જેમ પોતાના કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે નાસ્તો કર્યા હતો.
મુખ્યત્વે મોટા નેતા સાથે કડક સિક્યુરિટી હોય છે. જે ભોજન અથવા સામાન્ય નાસ્તો લેવાનો હોય તેની પણ ચકાસણી કરતા હોય છે. ત્યારે રાહુલ ગાંધીએ ખાનગી હોટલમા ચા અને સામાન્ય નાસ્તો કર્યો હતો સાથે થોડી વાર સુધી કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી પોતાના સિક્યુરિટી કોનવે તેમજ નેતાઓ સાથે હોટલમા ઉભા રહેતાની સાથે જ મોટી સંખ્યામાં લોક ટોળાં રાહુલ ગાંધીને જોવા તેમજ સેલ્ફી લેવા પડાપડી કરતા હતા. સામાન્ય વ્યક્તીની જેમ હોટલમા નાસ્તો કરતા રાહુલ ગાંધીને જોઈ આમ જનતા પણ એક ખુશ થઈ હતી.
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-PAN-OMC-rahul-gandhi-in-panchamahal-take-a-tea-on-general-tea-stole-gujarati-news-5717506-PHO.html