કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 3 દિવસનાં ગુજરાત પ્રવાસે

ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોમાં હવે યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા એક પછી એક એમ વારંવાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં ફરી વાર તારીખ 5, 6 અને 7નાં રોજ ગુજરાત પ્રવાસે આવશે.

રાહુલ ગાંધી ફરી વાર તારીખ 5નાં રોજ કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રવાસ કરશે. અને 6 તારીખનાં રોજ તાપી, સુરત અને નર્મદા જિલ્લાનો પ્રવાસ કરશે. તેમજ 7મી તારીખનાં રોજ રાહુલ ગાંધી મધ્ય ગુજરાતનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી તમામ જિલ્લાઓમાં જઇને જનસભા અને લોકસંપર્ક કરશે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 9મી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનાં મતદાન પહેલા ગુજરાતમાં ફરી એક વાર ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. આ વખતે તેઓ ગુજરાતમાં ત્રણ દિવસનું રોકાણ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં પ્રચાર કરશે. રાહુલ ગાંધી ત્રણ દિવસમાં સ્થાનિક લોકો સાથે સંવાદ કરવા ઉપરાંત જાહેરસભાને પણ સંબોધન કરશે.

Source: http://sambhaavnews.com/gujarat/rahul-gandhi-on-3-day-gujarat-visit-from-tomorrow/