ગોધરામાં રાહુલ ગાંધીનો રોડ શો તથા ટુવા ખાતે સંવાદ કાર્યક્રમ

Bhaskar News, Godhra | Last Modified – Oct 11, 2017, 12:44 AM IST

ગોધરા: આજે ગોધરામાં કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો રોડ શો તથા ટુવા ખાતે કારીગરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે. જેને લઇને કાર્યકરો દ્વારા તાડામાર તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે અખીલ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગોધરાની મુલાકાતે આવનાર છે. જેને અનુલક્ષીને શહેરના ગાંધી ચોકથી એક રોડ શોનું પણ આયોજન કર્યુ છે. જેની સુરક્ષામાં કોઇ ખામી ન રહે તેના માટે અગાઉથી જ દિલ્હીથી SPGના ડી.એસ. માન અને તેમી ટીમ ગોધરા ખાતે આવી પહોચી હતી. અને તેમની સુચના મુજબ શહેરમાં સુરક્ષા માટેનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગોધરામાં ખુબ લાંબા સમય પછી કોગ્રેસ પાર્ટીના નેતા આવશે

રોડ શો ગાંધી ચોકથી નિકળી બસ સ્ટેન્ડ, ભુરાવાવ ચાર રસ્તા, રામનગર સોસાયટી, ભામૈયા ચોકડી સુધી ના વિસ્તારના લોકોની મુલાકાત પણ લેશે. ત્યાર બાદ ટુવામાં આવેલ હોટલ હનીટ્રીટ ખાતે આશરે 250 જેટલા કારીગરો સાથે યોજાનાર સંવાદ કાર્યક્રમના સ્થળે પહોચશે. ત્યાર કારીગરો સાથે તેમની લાગણીને સમજવાનો પ્રયત્ન કરેશે. ગોધરામાં ખુબ લાંબા સમય પછી કોગ્રેસ પાર્ટીના નેતા આવવાના હોય જીલ્લા કોગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી,રાજેન્દ્વસિંહ પટેલ તથા કાર્યકરો દ્વારા તાડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને તેમને આવકારવા થનગની રહ્યા છે.

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-PAN-OMC-rahul-gandhis-road-show-in-godhra-and-a-dialogue-program-gujarati-news-5717580-NOR.html