પેટ્રોલ-ડીઝલને પણ GST હેઠળ લાવે વડાપ્રધાન : રાહુલ ગાંધી

Oct 8, 2017

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ફરી હુમલો કરતાં કહ્યું કે, અત્યંત નફાખોરીને અટકાવવા પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીમાં દાખલ કરવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ નવા કર સુધારને આગામી ચૂંટણીમાં લાભની સરખામણીએ જોવું ન જોઈએ. તેમણે ટ્‌વીટ કરતાં કહ્યું, એક દેશ, સાત કર, ઘણા ફોર્મ ભરવા અને કરદાતાની કઠોર શક્તિઓમાં સુધારનો સમય, હું આશા રાખું છું કે, મોદીજી આર્થિક ગબડતી પરિસ્થિતિ અને જીએસટી ઘોટાલાને લોકોની મુશ્કેલીઓ દૂર કરવાના ચશ્માથી જોયું હશે નહીં કે આગામી ચૂંટણીમાં લાભ લેવા માટે.

વધુમાં તેમણે લખ્યું હતું કે, અમારી ઈચ્છા છે કે, મોદીજી ઈકોનોમિક ગ્રોથમાં આવી રહેલ ગબડેલ પરિસ્થિતિ જુએ. પોતાના રાજનૈતિક ફાયદા કરતાં જીએસટીથી થઈ રહેલ વેપારીઓની પરેશાનીઓને દૂર કરવાનાં પ્રયત્નો કરે. સૌથી પહેલાં ઓઈલની કિંમતને જીએસટી હેઠળ લાવવું પડશે જેથી આમ આદમીને રાહત મળે. સરકારને ર લાખ ૭૩ હજાર કરોડ મળી રહ્યા છે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી સૌથી વધુ જોબ આપે છે. પરંતુ જીએસટી સ્ટ્રકચરથી અહીં પર અસર થઈ રહી છે. વ્યાપારિક, નાના અને સીમિત ઉદ્યોગો જે એકંદરે ફાયદામાં રહેતા હતા તે આજે ખોટમાં છે. એગ્રીકલ્ચર સેક્ટર સૌથી વધુ નુકસાનમાં છે.

ફર્ટીલાઈઝર્સ, ટ્રેક્ટર્સ, ઈક્વિપમેન્ટ અને વેયરહાઉસ બનાવવા સમગ્ર બાબતો જીએસટી હેઠળ આવી ગઈ છે. સમય આવી ગયો છે કે, સરકાર એક દેશ, સાત ટેકસથી આઝાદી અપાવે. વ્યાપારીઓને અધિકત્તમ ફોર્મ ભરવાની પરેશાનીઓથી મુક્ત કરશે. ટેક્સ પ્રોસેસને સરળ બનાવવામાં આવે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પૂછયું કે જો તેઓ પોતાની પીઠ થપથપાવી ચૂક્યા છે તો ચીન દ્વારા ડોકલામ વિસ્તારમાં રોડ નિર્માણ વિશે દેશને જાણકારી આપે.

Source: http://www.gujarattoday.in/petrol-diesel-ne-pan/