રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદ, મધ્ય ગુજરાતમાં બસ યાત્રા, સભા
divyabhaskar.com | Last Modified – Oct 09, 2017, 11:09 AM IST
આણંદ: આજે રાહુલ ગાંધી ફરીવાર ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી નિર્ધારિત સમય કરતા વહેલા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદથી બસ યાત્રા કરીને મધ્ય ગુજરાતમાં પહેલા આણંદ ખેડામાં બસ યાત્રા થકી રોડ શો અને સભા કરશે. વડોદરા ખાતે પ્રથમ દિવસનો પ્રવાસ પૂર્ણ કરશે. તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ પહેલી રાત્રે વડોદરામાં રાત્રિ રોકાણ કરશે.
– રાહુલ ગાંધીની ગુજરાત નવસર્જન યાત્રા ખેડાના રાસકા ખાતે પહોંચી. આ તકે મોટી માત્રામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં
– રાહુલ ગાંધી હાથીજણ પહોંચ્યા, જ્યાં રાહુલનું સ્વાગત કરવામાં આવ્યું.
9મીએ અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરા
10:00- અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે
11:00 -11:05: સ્વાગત અને બોર્ડિંગ, બસ યાત્રા, હાથીજણ સર્કલ
11:40 -12:05: કોર્નર મીટિંગ, ખાત્રજ ચોકડી, ખેડા જિલ્લો
12:15-12:20: અમુલ પ્લાન્ટના કામદારો દ્વારા સ્વાગત, જીભાઈપુરા, ખેડામાં
13:00-13:40: સંતરામ મંદિરમાં દર્શન અને નડીયાદમાં કોર્નર મીટિંગ, ખેડા
13:45-13:55: નડીયાદ ખાતે સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત
15:00-15:15: રણઝોડ મંદિર ચોક ખાતે સ્વાગત અને લોકો સમક્ષ ભાષણ, આણંદ
15:35-16:05: આણંદના દેડારડા ખાતે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે ઈન્ટરએક્શન
16:30-17:10: આણંદના બોરસદમાં રાઠોડ ચોકડી ખાતે કોર્નર મીટિંગ(રાઈસ પ્રાઈઝ)
17:50-18:05: આણંદના આંકલાવમાં રાહુલનું સ્વાગત અને બસમાંથી ભાષણ
19:15-20:15: વડોદરાના સયાજી હોલમાં વડોદરા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ નિવાસ
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-rahul-gandhi-gujarat-visit-first-day-night-hold-at-vadodara-gujarati-news-5716010-PHO.html?ref=ht&seq=2