જે જમીન સરદાર સાહેબે આપી, તે જમીન મોદીએ લઈ લીધી : રાહુલ ગાંધી
આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આજે ગુરૃવારે ભાવનગરના નારી ચોકડી ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષે પીએમ મોદી પર સીધા પ્રહારો કરી ભાજપની સરકાર કોમનમેનની નહીં પણ બીઝનેસમેનોની સરકાર હોવાનું કહ્યું હતું. જો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ કરાશે અને સેલ્ફ ફાઈનાન્સની ફી નાબુદ કરાશે તેમ કહીં શિક્ષણના વ્યાપારીકરણની ઝાંટકણી કાઢી હતી.
રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યના પ્રારંભે ભાવનગરના નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને લોહપુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ બન્ને મહાપુરૃષોએ હિન્દુસ્તાનને બનાવવાનું કામ કર્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશને જમીન આપી, તો સરદાર સાહેબે તે જમીન રાષ્ટ્ર માટે લીધી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની વાત કરે છે, તેમની મૂર્તિ બનાવે છે. પણ જે કામ સરદાર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કર્યું તેનાથી વિરૃધ્ધ દિશામાં મોદી ચાલે છે. સરદાર પટેલે જે જમીન દીધી એ નરેન્દ્ર મોદીએ પાછલા વર્ષોમાં ખેડૂતો, આદિવાસી અને ગરીબ પ્રજા પાસેથી લઈ લીધી. તો પણ પછી કહે છે કે, ‘જય સરદાર..’ મોદી સરદારની ર્મૂિત પાછળ પણ પોતાની પુરી રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો.
રાહુલ ગાંધીએ મોદી સરકારને ઉદ્યોગકારીની સરકાર ગણાવી આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મુદ્દામાં ૪૫ હજાર કરોડ એક જમીન એક ઉદ્યોગપતિને રૃ.૧ પ્રતિ એકરના ભાવે આપી હતી. તે જ જમીનને ઉદ્યોગપતિ દ્વારા થોડા માસ બાદ ૩ થી પ હજાર પ્રતિ એકરના ભાવે વેચવામાં વેચે છે. એ જ જમીન માટે સરકારી કંપનીઓ પાસેથી પણ રૃપિયા લે છે. તો પણ મોદી કહે છે કે, ‘હું તમારૃ કામ કરૃ છું..’
મુદ્રા ઉપરાંત મોદી સરકારે ટાટા નેનો ફેક્ટર માટે ૩૩ હજાર કરોડની લ્હાણી કરી છે. ટાટા નેનો ફેક્ટરી માટે મોદીએ રોજગારી આપવાના વચનો આપી ખેડૂતો, ગરીબો પાસેથી જમીન લઈ લીધી પરંતુ એક પણ યુવાને હજુ સુધી રોજગાર આપી નથી. ટાટા નેનો ફેક્ટરી માટે ૩૩ હજાર કરોડ ફાળવી દીધા છે. તેની સાથે નર્મદાનું પાણી, જમીન અને વીજળી પણ ફેક્ટરીમાં ગઈ હોવા છતાં રાજ્યના માર્ગો પર એક નેનો કાર જોવા મળતી નથી. તેની જવાબદારી કોની? પીએમ વિકાસનું ભાષણ કરે છે, મન કી બાત બાત કરે છે. પરંતુ ગુજરાતમાં ખેડૂતો, યુવાનોની હાલત દયનિય બની છે. યુપીએ સરકારમાં મગફળી, કપાસના જે ભાવ મળતા હતા. અત્યારે ભાજપ સરકારમાં તે ભાવ અડધા મળી રહ્યા છે. રૃ.૫૩ તુવેરદાળના ઈમ્પોર્ટ માટે અપાઈ છે. પરંતુ ખેડૂત પાસે માત્ર ૩૫ રૃપિયામાં જ તેવામાં આવે છે. પાકમાં ગુલાબી ઈયળને કારણે નુકશાની થાય છે. તો તેના વીમાના રૃપિયા ખેડૂતોને મળતા નથી. મોદી સરકારે આ કામ ૪ થી પ કંપનીને સોંપ્યું છે. જે વીમા કંપનીઓએ ૨૦,૭૪૦ કરોડ રૃપિયા લીધા છે. અંતમાં ગબ્બર સિંગ ટેક્સ (જીએસટી)થી નાના વેપાર-ધંધા બંધ થઈ ગયા હોવાનું કહ્યું હતું.
Source: http://sandesh.com/which-land-given-by-sardar-patel-have-ben-taken-by-modi-says-rahul/