રાહુલ ગાંધીએ 13મા સવાલમાં ભાજપ પર મિત્રોના ખિસ્સા ભરવા મામલે કર્યો સીધો વાર

December 11, 2017 | 12:04 pm IST

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી ભાજપ અને પીએમ મોદી પર સીધો વાર કરવાનું નક્કી કર્યુ છે. જેમાં તેઓ ટ્વિટરથી વેધક સવાલો પૂછી રહ્યા છે. જેમાં આજે તેમણે ટ્વિટ કરીને તેરમો સવાલ પૂછ્યો હતો. આ સવાલમા તેમણે નોટબંધી અને મોંઘવારીને લઈને સવાલ કર્યો છે.

રાહુલ ગાંધીનો 13મો સવાલ
રાહુલ ગાધીએ આ સવાલમાં પૂછ્યું કે, કહેતા હતા જવાબદેહ સરકાર દઈશું, કહેતા હતા જવાબદેહ સરકાર દઈશું, તો લોકપાલને કેમ કર્યો દરકિનાર… GSPC, વીજળી, મેટ્રો ગોટાળા, મિત્રોનાં ખીચ્ચા ભરવા બેકરાર, લાંબી લિસ્ટ છે…. કોના સારા દિવસો માટે બનાવી સરકાર.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ટ્વિટર ઉપર એક પછી એક ભાજપને પ્રશ્નો પૂછી રહ્યા છે. રાહુલ ગાંધીએ શનિવારે ચોથો સવાલ કરીને ગુજરાતના શિક્ષણ ઉપર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાહુલાના ટ્વિટનો વળતો જવાબ આવ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીએ પાંચમો સવાલ ટ્વિટર ઉપર પૂછ્યો હતો. જેમાં ન સુરક્ષા, ન શિક્ષણ ન પોષણ, મહિલાઓને માત્ર શોષણ મળ્યું, આશા વર્કર અને આંગણવાડી બહેનોને મળી માત્ર નિરાશા, ગુજરાતની બહેનો સાથે માત્ર વાયદો?

Source: http://sandesh.com/rahul-gandhi-tweet-13th-question/