‘મોદી સરકાર રોજગાર અને આર્થિક ક્ષેત્રે નિષ્ફળ’- રાહુલનો PM પર પ્રહાર
Divyabhaskar.com | Last Modified – Oct 05, 2017, 06:08 PM IST
અમેઠીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 7 માસ બાદ પોતાના સંસદિય ક્ષેત્ર અમેઠીની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેઓએ જાગૃતિ મહિલા ગ્રામ સંગઠનના સભ્યો સાથે વાત કરી હતી. આ તકે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ફરી મોદી સરકારની આર્થિક નીતિ અંગે સવાલો કર્યા હતા.
‘PMએ માની લેવું જોઈએ કે તેઓ કામ કરવામાં નિષ્ફળ રહ્યાં’
– રાહુલે કહ્યું કે, “બહાના બનાવવા અને નિરાશાવાદીઓ દ્વારા ખોટો માહોલ બનાવવામાં આવે છે તેમ કહેવાને બદલે વડાપ્રધાને એમ માની લેવું જોઈએ કે તેઓ કામ કરવામાં નિષ્ફળ રહ્યાં.”
– રાહુલ ગાંધીએ કહ્યું કે, “પીએમ દેશનાં લીડર છે અને તેઓએ બહાના ન બનાવવા જોઈએ પરંતુ એમ કહેવું જોઈએ કે અમારી પાસે એક વર્ષ હજુ છે અને હવે અમે કામ કરીને દેખાડીશું. આવું સ્વીકારે તે જ એક સાચા નેતા હોય છે.”
– અમેઠીની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધી સતત બીજી દિવસે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
– રાહુલ ગાંધીએ કહ્યું કે, “ભારતમાં હજુ સુધી વાસ્તિવક ગંભીર સમસ્યા છે કે આપણે આપણાં યુવાનોને નોકરીઓ આપવામાં અસમર્થ છીએ.”
– રાહુલ ગાંધીએ ચીનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “ચીન દરરોજ 50,000 રોજગારી ઊભી કરે છે. જ્યારે મોદી સરકારની મેક ઇન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળ માત્ર 450 રોજગારી જ ઊભી કરી શકે છે. ”
‘સરકારે રોજગાર અને ખેડૂત પર ધ્યાન આપવાની જરૂર છે’
– કોંગ્રેસ ઉપાધ્યક્ષે દેશમાં ખેતી, કૃષિ ઉત્પાદન ક્ષેત્રે કટોકટી જોવા મળે છે તેવાં આક્ષેપો કર્યા હતા. પરિણામે ખેડૂતો આત્મહત્યા કરતાં હોવાનું જણાવ્યું હતું.
– રાહુલ ગાંધીએ કહ્યું કે, “વિપક્ષના નેતા તરીકે તેઓએ બે સમસ્યા પર ધ્યાન આપવું જરૂરી છે તે જે રોજગારી અને ખેડૂત.”
– કોંગ્રેસના ઉપાધ્યક્ષ કહ્યું કે, “પીએમ મોદી જો ખેડૂત અને રોજગાર જેવા મુદ્દે સમાધાન ન કરી શકે તો જણાવી દે. અમે આ કામ છ માસમાં જ કરીને દેખાડી દઈશું.”
– રાહુલે વધુ પ્રહાર કરતાં જણાવ્યું કે, “વડાપ્રધાન કહી રહ્યાં છે કે અમારી પાસે હજુ એક વર્ષ છે અને અમે બધું જ યોગ્ય કરીશું, શું આ સાચા નેતા છે.”
Source: https://www.divyabhaskar.co.in/news/NAT-3-days-visit-rahul-gandhi-attack-on-pm-modi-about-economy-emplyment-and-various–5713059-PHO.html