ગાંધી, સરદારને પ્રોડકટ બનાવી દીધા, મોદી 70% સમય વાતોમાં કાઢે છે: રાહુલ
Dec 09, 2017, 01:53 AM IST
આણંદ: મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ લોકોએ પ્રોડકટ બનાવી દીધા છે. સરદાર તો નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોલંકીના નથી. તે તો પૂરી દુનિયાના નેતા છે. સરદાર સાહેબનો તો બધા સાચો આદર કરીએ છીએ. અેમ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આણંદ ખાતે કહ્યુ હતું. આણંદની વ્યાયામ શાળામાં કોંગ્રેસની જાહેરસભા યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ આગવા અંદાજમાં આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીજી છેલ્લા 10-15 દિવસોથી અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન સહિત દુનિયાભરની વાતો કરે છે. તેમના પ્રવચનના 60થી 70 ટકા સમય પોતાની વાતો કરવામાં કાઢી નાંખે છે. હું હેરાન છું કે, ચૂંંટણી તો ગુજરાતની છે. તેએા ગુજરાતના ભવિષ્યની વાત કેમ કરતા નથી. ગુજરાતના લોકોના ભવિષ્યની વાતો કરતા કરો છો.
છેલ્લા 22 વર્ષના શાસનની વાત તમે નહી કરો તો અમે કરીશું. ગુજરાતની ચૂંટણી હોવાથી નવેમ્બર માસમાં કાયમ ચાલુ રહેતી પાર્લામેન્ટ પણ બંધ છે. કારણ કે તેમને બધા જવાબ આપવા પડે. અમે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ખેડૂતો, શિક્ષકો, આશા વર્કર, દલિત વગેરેને પૂછીને બનાવ્યું છે. તેમના પ્રશ્નોને વાચા આપી છે. તેમણે કહ્યું હતું કે આણંદમાં આવીને મને આનંદ આવે છે.
હારને પડતી મૂકવી હોય તો હાર બાજુ પર મૂકો અને અંતરનો અવાજ આવામને સંભળાવો
રાહુલ ગાંધીએ શુક્રવારે રાત્રે આણંદમાં જનસભા સંબોધી હતી. તે દરમિયાન સ્પીકરનો અવાજ પોતાની તરફ આવતો હોવાથી નેતાઓ તરફથી કરાતા સ્વાગતને બાજુ પર મૂકી તેમણે જાતે જ સ્પીકરને જનતા જનાર્ધન તરફ ફેરવ્યા હતા.સાચો આવાજ જનતા સુધી પહોંચે તેઓ સ્પષ્ટ આશય તેમની આ લોકવર્તણુક પરથી જોઇ શકાય છે.
તારાપુર-માતરમાં રાહુલે સભા સંબોધી
તારાપુર ખાતે જાહેર સભાને સંબોધતા ગાંધીએ જણાવ્યું હતું કે, ગબ્બરસિંગ જે રીતે રાત્રે 12 વાગે આવી ગરીબોનું ધન લૂંટી લેતો અને તેમને મારતો હતો તેમ મોદીએ દેશને અડધી રાત્રે ગબ્બરસિંગ ટેક્ષ (જીએસટી) આપ્યો. નોટબંધી બાબતે જણાવ્યું કે, મોદીએ નોટબંધી કરી બધા ચોરોનું કાળુંધન સફેદ કર્યું. જીએસટીના કારણે વેપારીઓના ધંધા પડી ભાગ્યા, લાખો લોકો બેરોજગાર થયા. બીજી બાજુ માતરના લીંબાસીની સભામાં રાહુલ ગાંધીએ અમીત શાહ અને નરેન્દ્ર મોદીને સીધા નિશાન બનાવતા જણાવ્યું કે, અમિત શાહના દિકરાની કંપની જે જય શાહના નામે છે. 30 હજારની કંપની ત્રણ મહિનામાં 80 કરોડ બનાવી શકે છે અને વડાપ્રધાન ચુપ છે.
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-LCL-rahul-gandhi-addressed-the-meeting-in-anand-gujarati-news-5764825-PHO.html