મોદીના વડપણવાળી કેન્દ્રની સરકાર જુઠી છે: રાહુલ ગાંધી
મંડી, તા. 7 ઓક્ટોબર 2017,શનિવાર
હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને પડ્યા છે ત્યારે આજે મંડી ખાતે એક રેલીમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઝી હતી.
હિમાચલ પ્રદેશના મંડીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એક રેલીમાં મોદી સરકાર ઉપર નીશાનો સાધ્યો હતો. તેમણે સરકારને આડે હાથે લેતા કહ્યુ હતુ કે, મોદી સરકારને સાચા-ખોટામાં ફરક જ નથી. જે વાયદા કર્યા હતા તેમાંથી એક પણ વાયદો નિભાવ્યો નથી.
આજે દેશમાં સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો છે. મોદીએ બે કરોડ યુવાનોને રોજગાર અપાવવાની વાત કરી હતી જે અંગે અત્યાર સુધી કંઈ કરવામાં આવ્યુ નથી.
મોદીજી મજાક કરી રહ્યા છે. દેશના યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે. ચીનની સરકાર રોજના 50 હજાર યુવાનોને રોજગાર આપે છે જ્યારે મોદી સરકાર ફક્ત 450 યુવાનને જ રોજગારી આપે છે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/congress-vp-rahul-gandhi-rally-in-mandi-himachal-pradesh