રાહુલનો ગુજરાત મુલાકાતનો બીજો દિવસઃ અરવલ્લી, દાહોદ, વડોદરામાં લેશે મુલાકાત
અમદાવાદ, તા. 25 નવેમ્બર 2017, શનિવાર
રાહુલ ગાંધીનો અમદાવાદ મુલાકાતનો આ બીજો દિવસ છે. રાહુલ ધીરે ધીરે ગુજરાતમાં કોંગ્રેસ માટે પોઝીટીવ માહોલ બનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં તેમની મુલાકાત ખાસ છે. આજે સૌથી પહેલા રાહુલ ગાંધીએ મુત્યુ પામેલા ઈરશાદ બેગ મિરજાનાં ઘરે જઈને પરિવારજનોને સાંત્વના આપી હતી અને ત્યારબાદ પોતાના દિવસની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધી મધુસુદન મિસ્ત્રીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં મધુસુદન મિસ્ત્રીના પુત્રનું અવસાન થતાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
રાહુલ ગાંધીનો આજના દિવસના કાર્યક્રમો
– 11-15 વાગ્યે દેહગામ ખાતે સ્વાગત કાર્યક્રમમાં જશે
– 12-10 વાગ્યે અરવલ્લીનાં બાયડ ખાતે કોર્નર મિટિંગ યોજશે
– 1-05 વાગ્યે બાયડનાં સાંતભા ખાતે સ્વાગત કરવામાં આવશે
– 2-10 વાગ્યે લુણાવાડામાં કોર્નર મિટિંગ યોજશે
– 3-15 વાગ્યે સંતરામપુરમાં કોર્નર મિટિંગમાં હાજરી આપશે
– 4 વાગ્યે રાહુલ ગાંધીનું મારગડા ચોકડી ખાતે સ્વાગત થશે ત્યારબાદ રાહુલ સભા સંબોધશે
– 4-50 વાગ્યે દાહોદનાં મવુડા ચોકડી ખાતે કોર્નર મિટિંગમાં હાજરી આપશે
– ત્યાર બાદ રાહુલ 25 તારીખની રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/rahul-gandhi-2nd-of-gujarat-visit-gujarat-assembly-election-2017