હેલ્લો ગુજરાત અભિયાનનો શુભ આરંભ

અહંકારી શાસકો દ્વારા લોકોની વણઉકેલાયેલી અને સાંભળવામાં ના આવતી સમસ્યાઓને ઉઠાવી લોકોના હક્ક- અધિકારની લડાઈ લડવાના સંકલ્પ સાથે એ.આઈ.સી.સી.ના ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા છ મહાનગરોમાં Hello અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ‘હેલ્લો કેમ્પેઈન’ લોચીંગ કાર્યક્રમમાં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા,  શ્રી સિધ્ધાર્થભાઈ, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સંગઠન સહપ્રભારીશ્રી બિશ્વરંજન મોહંતી, એ.આઈ.સી.સી. સેવાદળના અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, એ.આઈ.સી.સી. સોશ્યલ મીડીયાના ચેરમેનશ્રી રોહન ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. હેલ્લો કેમ્પેઈન અંગેની વિડીઓ ફિલ્મ પણ પ્રદર્શીત કરવામાં આવી હતી. સાથોસાથ, તમામ શહેરો માટે ‘હેલ્લો કેમ્પેઈન’ રથને તમામ વરિષ્ઠ નેતાઓએ પ્રસ્થાન કરાવ્યું હતું.