“મૌન સત્યાગ્રહ ધરણાં”
સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા આદરણીયશ્રી રાહુલ ગાંધીજી પર રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં “મૌન સત્યાગ્રહ”નું કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ સામે ગાંધી ચિંધ્યા માર્ગે “મૌન સત્યાગ્રહ” યોજવામાં આવ્યો હતો.















