ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન

રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ ગુજરાત વિધાનસભાના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા સનીબાબા  ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી ડૉ મનીષ દોશી ધારાસભ્યશ્રી ઇમરાનભાઇ ખેડાવાળા કોંગ્રેસ અગ્રણી શ્રી બિમલભાઈ શાહ ઉમાકાંતભાઈ માકડ પંકજભાઈ શાહ બળદેવભાઈ લુણી અશોકભાઈ પંજાબી અમદાવાદ શહેર મહિલા પ્રમુખ શ્રી જીલબેન શાહ તેમજ પ્રદેશ અને શહેરના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજીવજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સાથોસાથ, રાજીવજી ના રાષ્ટ્ર નિર્માણ માટે ના યોગદાન નું સ્મરણ કરવામાં આવ્યું હતું