ભરૂચ લોકસભા કાર્યકર્તા સંવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ(સાંસદ), વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શ્રી કાદિર પીરઝાદા સહીત વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ભરૂચ લોકસભા કાર્યકર્તા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ લોકસભાના માજી. ધારાસભ્યો, જિલ્લા અને તાલુકાના આગેવાનો, હોદેદારો, કોંગ્રેસ કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











