પેગાસેસ ફોન ટેપિંગ “જાસૂસી કાંડ”ના વિરોધમાં પ્રદર્શન
ભાજપ સરકાર દ્વારા પેગાસસ માલવેર મારફતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે સેલફોન ટેપીંગ, જાસુસી બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તેમજ ધારાસભ્યો સહિત સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ રેલી યોજી રાજભવન ખાતે હલ્લાં બોલ કરી રાજ્યપાલશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.










