નવનિયુક્ત પ્રમુખશ્રી અને નેતાશ્રીનું ભવ્ય સ્વાગત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત ના પ્રભારી શ્રી રઘુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉમટી પડ્યા હતા.