નવનિયુકત કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા અને ઉપનેતાશ્રી શૈલેષ પરમારના પદગ્રહણ સમારોહ
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવાડિયા, પૂર્વ વિપક્ષ નેતા શ્રી સુખરામ રાઠવા, શ્રી પરેશ ધાનાણી, AICC ના પુર્વ મહામંત્રી શ્રી દિપક બાબરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય શ્રી તુષાર ભાઈ ચૌધરી, તેમજ ધારાસભ્ય શ્રી સી જે ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ તેમજ કોંગ્રેસ પક્ષના, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ખાતે નવનિયુકત કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા અને ઉપનેતા શ્રી શૈલેષ પરમારના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું














