અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા ભરતસિંહ સોલંકી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતા માં આજરોજ કોંગ્રેસના ડેલિગેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લઇ સુપ્રીટેડન્ટ શ્રી સાથે મળી કોવિડ ની સારવાર અને સુવિધાઓ બાબતે સમીક્ષા કરી ગુજરાત ના નાગરિકો માટે પક્ષાપક્ષી થી ઉપર રહી તમામ મદદ ની ખાત્રી આપવા માં આવી. આ ડેલિગેશન માં શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, ડૉ જીતુભાઇ પટેલ,Amc ના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા અને ગુજરાત પ્રદેશ ના મીડિયા સેલ ના ડૉ અમિત નાયક હાજર રહ્યા હતાં અને શહેર ના નાગરિકો ને કોવિડ ની સારવાર બાબતે પડતી હાલાકી બાબતે ચિંતા વ્યક્ત કરી અને જરૂરી સુધારા સાથે ના સૂચન કરવામાં આવેલ જેને સિવિલ ના તંત્ર દ્વારા સ્વીકારવાની ખાત્રી આપવામાં આવેલ.





