સ્વ. રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે વાર્તાલાપ કાર્યક્રમ
આધુનિક ભારતના ઘડવૈયા ૨૧મી સદીના સ્વપ્નદૃષ્ટા સ્વ. રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન, પાલડી, અમદાવાદ ખાતે વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિતભાઈ ચાવડા સહિત વરિષ્ઠ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી અજયભાઈ ઉમટ (તંત્રીશ્રી, નવગુજરાત સમય – અમદાવાદ મીરર) ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું…









